Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વિસાવદર ટીમ ગબ્બરની માંગઃ પરિક્ષાની નવી તારીખની જાહેરાત ત્વરિત કરો

વિસાવદર, તા.૩૦: ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ તથા  એડવોકેટ નયનભાઈ જોષીએ સબંધકર્તાઓને લેખિત રજુઆતમા જણાવેલ છે કે,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ આશરે ૮ લાખ થી વધુ બેરોજગાર વિદ્યાર્થીઓ ૧૧૮૧ સીટ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી તૈયારી કરી પરીક્ષા આપવા માટે તૈયાર થઈ પરીક્ષા આપવા કેન્દ્ર પર ગયા અને જાણ થઈ કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે આટલા વિશાળ વિદ્યાર્થીઓની સરકારી નોકરી મેળવવા માટે સતત મહેનત કરી હોય અને તેઓના વાલીઓને પણ આ પરીક્ષા આપી બાળકો પોતાનું સારી રીતે જીવન જીવે અને નોકરીની રાહ જોઇ રહ્યા હોય ત્યારે અચાનક પેપર લીક થઈ જાય અને તાત્કાલીક સવારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અત્યંત દુઃખી થઈ જાય છે અને પોતાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય તો કેટલી માનસિક હાલત કફોડી બની જાય તે માત્ર વાલીઓનાં આત્મા પર વીતતી હોય છે અને આવા પરીક્ષાના પેપર લીક થઈ જાય ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ અન્ય તાલુકા, જિલ્લામાં સાથે ગયા હોય તો તેનો પણ ખર્ચ થાય અને સાથે સમયનો પણ વ્યય થાય છે તે પણ વિદ્યાર્થીઓને ટિકિટના પૈસા પરત આપવા આવા પેપર લીક કરનાર પાસેથી વસુલવા જોઈએ જેથી બીજીવાર આવું કૃત્ય ન થાય તે માટે સરકારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી છે અને પેપર લીક કરનાર તમામ તત્ત્વોને તાત્કાલીક પકડી તેની સામે ફરિયાદ દાખલ કરી તમામને વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય મળે તે માટે ખાસ કોર્ટમા કેસ ચલાવી સજા થાય તે ખાસ સરકારી વકીલની નિમણૂંક કરી અને કડક સજા થાય તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે

(3:12 pm IST)