Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામનગરમાં વ્‍યાજની મુદલ રકમ ચુકવી દેતા પઠાણી ઉઘરાણી કર્યાની ચાર સામે રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: અહીં પંચ એ પોલીસ સ્‍ટેશનમાં સંજયભાઈ હરિભાઈ મકવાણા, ઉ.વ.૩ર, રે. અલીયા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૩-ર૦ર૦ થી આજદિન સુધી ફરીયાદી સંજયભાઈએ આરોપી શોભનાબેન દિનેશભાઈ જાટીયા, દિનેશભાઈ લાખાભાઈ જાટીયા, સાગર ગુણાભાઈ જાટીયા, નવઘણભાઈ ટીડાભાઈ વકાતર પાસેથી ધંધાર્થે રૂ પ,૦૦,૦૦૦/ના પ% માસીક વ્‍યાજ લેખે લીધેલ હતા જેની મુદલ રકમ પ,૦૦,૦૦૦/- તેમજ વ્‍યાજ પેટે અલગથી છ લાખ જેટલી રકમ ચુકવી આપેલ હોય તેમ છતા નાણા ધીરધારના લાયસન્‍સ વગર વધારાના વ્‍યાજના રૂપિયા દોઢ લાખની પઠાણી ઉઘરાણી કરી જબરજસ્‍તીથી કોરા ચેકમાં સહી કરાવી લઈ એકબીજાને યેનકેન પ્રકારે મદદગારી કરી ગુનો કરેલ છે.

ટેમ્‍પો ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા મોત

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં ડાયાભાઈ કારાભાઈ વાંદા, ઉ.વ.૪પ, રે. વાડલા ગામ, તા.ઉપલેટા વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ગીગણેશ્‍વર મહાદેવ મંદિર પાસે રોડ પર આરોપીનો રજી.નંબર વગરનો ટાટા ટેમ્‍પો ચાલકે પુરઝડપે બેફામ ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી મરણજનાર હિરાભાઈ પોલાભાઈ નું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧ એલ એફ-૩૧૬૦ સાથે અકસ્‍માત કરતા હિરાભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી તેમજ મોટરસાયકલની પાછળ બેસેલ જાશીબેનને સામાન્‍ય ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

જાહેરમાં પેશાબ કરતા વ્‍યકિતને લમધાર્યો

અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં વિનેશભાઈ જેસંગભાઈ દંતેસરીયા, ઉ.વ.૪૮, રે. ખોળમીલનો ઢાળીયો, બેડેશ્‍વર રોડ, રામનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી પીંટુભાઈ ભાણજીભાઈ કવૈયા એ ફરીયાદી વિનેશભાઈ તેની દુકાન સામે પેશાબ કરતા હોય જેથી આરોપી પીંટુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી વિનેશભાઈને ભુંડી ગાળો બોલી ધોકા વડે આડેધડ માર મારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કલ્‍પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, નાગનાથ ગેઈટ, મહેશ્‍વરીવાસ, કોમ્‍યુનિટી હોલ પાસે આરોપી ફિરોજ ઉર્ફે કડો કાસમભાઈ ખુરેશી, લક્ષ્મણભાઈ ઉર્ફે મુનો નથુભાઈ ચાવડા, પ્રકાશ ઉર્ફે ટીંકુ દેવજીભાઈ ડગરા એ ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈ દરમ્‍યાન રોકડા રૂ.૧૪રપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે બે ઝડપાયા : એક ફરાર

અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જોગસપાર્ક પાસે આરોપી સાગરભાઈ ઉર્ફે સાગરો હંસરાજભાઈ ચાંદ્રા, રાજેશભાઈ ઉર્ફે રાજ જગદીશચંદ્ર લખીયર એ પોતાના કબ્‍જાની સ્‍વીફટ ડીઝાયર કારમાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૬પ, કિંમત રૂ.ર૬,૦૦૦/- તથા માબાઈલ ફોન નંગ-ર, કિમત રૂ.૧૦,૦૦૦/- તથા સ્‍વીફટ ડીઝાયર કાર જેની કિંમત રૂ.૩,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન બે આરોપીઓ ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સંજય ઉર્ફે મેનો બાબુભાઈ ભદ્રા ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિમારીથી વૃઘ્‍ધનું મોત

અહીં હર્ષદની ચાલી મહાવીરનગર, નીલકંઠ સ્‍કુલ સામે રાજવીર ફરસાણ પાસે રહેતા રવિ કિશોરભાઈ કાલાવડીયા, ઉ.વ.૩૦ વાળા એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર કિશોરભાઈ ચંદુલાલ કાલાવડીયા, ઉ.વ.૬૦ વાળા ને બે વર્ષથી ડાયાબીટીસ તથા બીપી ની બિમારી હોય અને આજરોજ છાતીમાં દુઃખાવો થતા ૧૦૮ માં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં લાવતા ડોકટરે મરણ થયેલાનું જાહેર કરેલ છે.

બિમારીથી મહિલાનું મોત

અહી ન્‍યુ આરામ કોલોની શેરી નં.૬, ઘર નં.પ૧-એ એરોડ્રામ રોડ, પાસે રહેતા જસ્‍મીનભાઈ બાળકૃષ્‍ણ દેવમુરારી, ઉ.વ.૪૬ વાળા એ જાહેર કરેલ છે કે,  મરણજનાર અશ્રુબેન વિરેનભાઈ કુબાવત, ઉ.વ.૪ર વાળા ને છેલ્લા છ વર્ષથી ડાયાબીટીસ તથા બીપી ની બિમારીની તકલીફ હોય જેને લીધે તબીયત ખરાબ થઈ જતા સારવારમાં મરણ થયેલ છે.

યુવાન ઝેરી દવા પી લેતા મોત

ઢીચડા ગામે રહેતા બાબુલાલ બિજલભાઈ રોશીયા, ઉ.વ.૭રવાળા એ બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૯-૧-ર૦ર૩ના મરણજનાર દિનેશભાઈ બાબુભાઈ રોશીયા, ઉ.વ.૪પ વાળા પોતે પોતાના ઘરે કોઈપણ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતા જામનગરની જી.જી.હોસ્‍પિટમાં સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(2:47 pm IST)