Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મીઠાપુરના દેવપરાની યુવતી પર દુષ્‍કર્મ ભાટવાડીયાના શખ્‍સ સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૦ : મીઠાપુર તાબેના દેવપરાની યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને કલ્‍યાણપુર તાલુકાના ભાટવાડીયા ગામે રહેતો દેવાણંદ દાનસી સુમાત નામનો શખસ તેણીને જુનાગઢ વિસ્‍તારમાં આવેલા એક ગેસ્‍ટ હાઉસમાં લઇ જઇ અને બળજબરીપુર્વક યુવતીની મરજી વિરૂધ્‍ધ અવાર નવાર શરીર સબંધ બાંધી દુષ્‍કર્મ આચર્યુ હતુ.

ત્‍યારબાદ પણ સુરત વિસ્‍તારમાં લઇ જઇનેઅ ેક આસામીના તબેલાની ઓરડીમાં પણ યુવતીની મરજી વિરૂધ્‍ધ બળજબરીપુર્વક અવાર નવાર શરીર સંબંધ બાંધવામાં આવતા આ અંગે યુવતી દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.ડી.મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

સલાયામાં બે

મોબાઇલની ચોરી

સલાયાના દેવાંગ ભીખુભાઇ ચાઉં નામના ર૧ વર્ષના રાજગોર બ્રાહ્મણ યુવાનના વિવો કંપનીના રૂપિયા ૧પ૦૦૦ની કિંમત તથા ઓપો કંપનીના રૂા.૧૦,૦૦૦ની કિંમતના એક-એક ફોન મળી કુલ રૂપિયા રપ૦૦૦ના મુદામાલની ચોરી થવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(2:47 pm IST)