Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામનગરમાં દેશી દારૂ સાથે પકડાયો

જામનગર,તા. ૩૦ : સાધના કોલોની પહેલો ગેઇટ છેલ્લી શેરી રૂમ નં. ૩૮૮૯માં રહેતો બીપીન સોમાભાઇ ચાવડા તથા અન્‍ય એક ઇસમ દેશી દારૂનો જથ્‍થો રાખી વેચાણની પ્રવૃતિ કરે છે. તેવી હકકીત આધારે રેઇડ કરતા દેશી પીવાનો દારૂ લીટર ૫૫૦ જેની કિંમત ૧૧,૦૦૦ તથા વિદેશી દારૂની બોટલ નંગ-૩૦, કિ.રૂા. ૧૫,૦૦૦ મળી કુલ રૂા. ૨૬,૦૦૦ના મુદ્દામાલ સાથે વિપુલ ઉર્ફે લાંબો મહેન્‍દ્રભાઇ જોષી બ્રાહ્મણ ઉવ.૩૩ ધંધો મજુરી રહે. રણજીતસાયર રોડ સાધના કોલોની પહેલો ગેઇટ મહાકાળી ચોક બ્‍લોક નંબર એલ-૬૦ રૂમ નંબર ૩૧૨૯ જામનગર વાળા પકડાઇ જતા પો.હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયાએ તેની સામે ધોરણસર થવાની ફરિયાદ આપતા પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળાએ કાર્યવાહી કરેલ છે. તેમજ આ દારૂનો જથ્‍થો સપ્‍લાય કરનાર હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઇ ચાવડા તથા બીપીન સોમાભાઇ ચાવડા રહે. બંને સાધનાકોલોની જામનગર વાળાને પકડવા તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. એમ.બી.ગજ્જર, પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા, પો.હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા રવિન્‍દ્રસિંહ નાથુભા પરમાર તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા, સુનિલભાઇ અરજણભાઇ ડેર, પો.કોન્‍સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ, રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા, મહેન્‍દ્રભાઇ રમેશભાઇ પરમાર, રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા, ખોડુભા કનુભા જાડેજા, પો.કોન્‍સ. રૂષિરાજસિંહ લાલુભા જાડેજા, પો.કોન્‍સ. રવિભાઇ ગોવિંદભાઇ શર્મા, યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિરેન્‍દ્રસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(2:36 pm IST)