Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સાવરકુંડલા : ખોડિયાર માતાજીની આરાધના

 સાવરકુંડલા : સમસ્‍ત લેઉઆ પાટીદારના કુળદેવી જગત જનની ‘માં ખોડલ'ના પ્રાગટયદિન શ્રી ખોડિયાર જયંતીના પાવન દિવસે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા માં બિરાજમાન શ્રી હાથા આંબાની ખોડીયાર મંદિરે બાળસ્‍વરૂપ નવદુર્ગાનું પૂજન કરી માં ખોડલની આરાધના કરવા આવી હતી. માં ખોડલ સૌને સુખ, શાંતિ, સલામતી અને સમળદ્ધિ અર્પે એવી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા આઈ મા શ્રી ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી સાવરકુંડલા)

(2:35 pm IST)