Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પેપર ફૂટતા સાવરકુંડલામાં એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૩૦: રાજ્‍ય માં જુનીયર ક્‍લાર્ક ની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ થતા નવ લાખ થી પણ વધુ ઉમેદવારોનું ભવિષ્‍ય બગડે તેવી પરિસ્‍થિતિ સર્જાતા

 સાવરકુંડલામાં એન. એસ. યુ .આઈ .ના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું .

અહીં એન.એસ.ય.આઇ.પ્રદેશ ઉપપ્રમુખ કેતનભાઇ ખુમાણ ની આગેવાનીમાં સ્‍થાનિક કાર્યકરો હિતેશભાઈ સરેયા, હાર્દિકભાઈ અઢિયા સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થી નેતાઓએ મહુવા રોડ    ઉપર વિરોધ પ્રદર્શન અને રસ્‍તા રોકો આંદોલન કર્યું હતું.  શહેર પોલીસે દોડી જઇ એન. એસ.યું.આઈ. ના કાર્યકરોની અટકાયત કરી રસ્‍તો ખુલ્લો કરાવ્‍યો હતો.

એન. એસ. યુ. આઇ. નાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ કેતનભાઇ ખુમાણે રાજ્‍ય સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે આ ભરોસા ની નહી પણ ભ્રષ્ટાચારી સરકાર છે.. અને સદંતર નિષ્‍ફળ ગઈ છે ત્‍યારે રાજ્‍ય સરકારે રાજીનામું આપવું જોઈએ.

(2:07 pm IST)