Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ધોરાજીમાં રૂપિયા આપવાની ના પાડતા પાઇપથી હુમલો

ધોરાજી,તા. ૩૦: ફરિયાદી નબીલભાઇ અબ્‍બાસમીયા હુસેની (ઉ.વ.૨૪), (રહે . ધોરાજી,બહારપુરા કુરેશી રોડ) એ જણાવ્‍યું હતું કે, ગતરોજ સવારે ભંગાર બજાર વડલા પાસે ફોરવ્‍હિલનો ભંગાર ભરતો હતો ત્‍યારે અનવરશા હબીબશા ફકીર નામનો શખ્‍સ ઘસી આવ્‍યો હતો અને પૈસા આપ તેમ કહેતા તેને ના પાડતા ગાળો આપી બોલાચાલી કરવા લાગેલ હતો. જેને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્‍કેરાયો હતો અને ઢીકા પાટુનો મારમારી પાઈપનો ઘા માથામાં ઝીંકી તને જાનથી પતાવી દેવો છે અને ભંગાર બજારમાં રહેવા નહી દવ ધમકી આપી નાસી છૂટ્‍યો હતો.

બાદમાં લોકો એકઠાં થઈ જતાં ઇજાગ્રસ્‍તને સારવારમાં ખસેડવામાં આવ્‍યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ધોરાજી પોલોસે અનવરસા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)