Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જસદણના બાખલવડ ગામે જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકી : પ પકડાયા

વીભા પલાળીયા તેના મકાનમાં ખીમા સરૈયા મારફત માણસો બોલાવી જુગાર રમાડતો'તો : ૮૦,પ૦૦ નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ, તા. ૩૦ : જસદણ બાખલવડ ગામે રૂરલ એલસીબીએ મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતા પાંચ શખ્‍સોને ઝડપી લીધા હતા. જયારે મકાન માલીકીની શોધખોળ હાથ ધરાઇ છે.

મળતી વિગત મુજબ જસદણના બાખલવડ ગામે વીભા કુંરજીભાઇ પલાળીયાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમી એલસીબીના હેડ કો. પ્રણયભાઇ સાવરીયા,ને મળતા પેરોલ ફર્લોસ્‍કવોડના પી.એ.આઇ. ડી.પી. ઝાલા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) ખીમા ગોવિંદભાઇ સરૈયા ધંધો ખેતી રહે. બાખલવડ, (ર) અશોક કચરાભાઇ બાંભણીયા ધંધો-બાંધકામ રહે. કમળાપુર (૩) પ્રેમજી જીવરાજભાઇ ચાવડા ધંધો-ખતી રહે. ગઢડીયા, (૪) પ્રવિણભાઇ રઘુભાઇ ગાબુ ધંધો-ખેતી રહે. ઢોકળવા તા. ચોટીલા તથા (પ) કાળુ કેશુભાઇ રામાવત ધંધો મંજુરી રહે. જસદણ જીલેશ્વર પાર્ક ને રોકડા રૂા. પપ,પ૦૦ તથા મોબાઇલ મળી કુલ રૂા. ૮૦,પ૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જસદણ પોલીસને હવાલે કરાયો હતો. મકાન માલીકે વિભા પલાળીયા આરોપી ખીમા સરૈયા મારફત માણસો બોલાવી તેના મકાનમાં જુગાર રમાડતો હોવાનું ખુલ્‍યું છે. મકાન માલીક વિભાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(1:31 pm IST)