Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પ્રભાસપાટણ મુસ્લિમ સમાજના લાભાર્થે બેઠક

પ્રભાસપાટણ,તા. ૩૦: પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ દ્વારા સોમવારે આજે રાત્રે પ્રભાસપાટણ ખાતે મુસ્લિમ ઘાંચી જમાત ખાનામાં ગુજરાત પ્રદેશ સમિતિની બેઠક ઇશાની નમાઝ પછી રાખેલ છે.

આ બેઠકમાં પસમાંદા મુસ્લિમ સમાજ સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક તેમજ પૂર્વ મેમ્બર હજ કમિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ મેમ્બર ઓફ પીએસી રેલ્વે બોર્ડ, પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજેપી માઇનોરિટી મોરચા એવા ઇરફાન અહેમદ, રાષ્ટ્રીય મહામંત્રી તેમજ હજ કમિટી ઓફ ગુજરાતના ડાયરેકટર અકરમભાઇ શાહ, ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ પૂર્વ હજ કમિટી ઓફ ગુજરાતના ચેરમેન એવા પ્રો.મોહમ્મદ અલી કાદરી, પ્રદેશ પ્રમુખ સુલેમાનભાઇ ગઢીયા, પ્રદેશ મંત્રી હુસેનભાઇ દલ, સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા પ્રભારી અયાઝભાઇ કાલાવત વિગેરે મહાનુભાવો હાજર રહી ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર તરફથી બક્ષીપંચ (ઓબીસી) સમાવેશ થયેલ જ્ઞાતિઓને સરકારમાંથી મળતા લાભો વિશે માર્ગદર્શન આપશે.

આ મીટીંગમાં હાજર રહેવા હાજી યુસુફ હુસેન કચરા (યુસુફ પટેલ) (પ્રમુખ સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ પ્રભાસપાટણ) સુલેમાનભાઇ ગઢીયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ પસમાંદા મુસ્લિમ સમાજ સમિતિ ઇસ્માઇલ હુસેન મલંગ (યુસુફ પાકીઝા) સમસ્ત મુસ્લિમ પટણી સમાજ પ્રમુખ તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પરમાંદા મુસ્લિમ સમાજ સમિતિ દ્વારા જણાવાયું છે.

(12:17 pm IST)