Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વડિયા ના ઢૂંઢિયા પીપળીયા ગામે સિંહે મારણ કર્યુ

ડરથી ખેડૂત વાડીએ પિયત કામ માટે જવાનુ ટાળી રહ્યા છે

વડિયા તા. ૩૦ : વડિયાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસો થી સિંહના ટોળા દ્વારા મારણ અને ખેતરો માં વસવાટ ના સમાચાર જોવા મળી રહ્યા છે.થોડા દિવસ પેહલા વડિયાના ગ્રામીણ વિસ્તારમાં એક વછેરી અને બે વછરડાના મારણના  અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા. ત્યાર બાદ પણ ઢૂંઢિયાપીપળીયા ગામની સીમમાં એક ખેતર નીલગાયનુ મારણ કર્યાના સમાચાર વહેતા થયા હતા. હાલ ફરી ઢૂંઢિયા પીપળીયા ગામેથી તોરી જવાના રસ્તે ફરી મારણ કરતા ગ્રામજનો માં ફફડાટ ફેલાયો છે. હાલ સરકારદ્વારા ખેડૂતોને રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે. ખેતરમાં ઘાણા, ઘઉં, ચણા, તુવેર, લસણ જેવા પાક ઉભા હોય પિયત અને અન્ય કામ કામે રાત્રે જવામાં ખેડૂતો ને ડર લાગતા કોઈ રાત્રીના સમયે વાડીએ જવાનુ ટાળી રહ્યા છે.

 તો આ વિસ્તાર માં પશુપાલકોનુ પ્રમાણ પણ વધુ હોવાથી માલધારી પશુપાલકોને પણ પોતાના પશુઓના મારણ્નો ડર સતાવી રહ્યો છે. ત્યારે હાલ આ સિંહના ટોળા બાબતે વન વિભાગ આગળ આવી તેને આ વિસ્તાર માંથી અન્ય વિસ્તારમાં ખાસેડવાની કામગીરી કરે તેવી માંગણી આ વિસ્તારના લોકો, પશુપાલકો અને ખેડૂતો કરી રહ્યા છે.

(12:15 pm IST)