Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જૂનાગઢનાં મધુરમમાં ચારમહિલા જુગાર રમતા પકડાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: જુનાગઢનાં મધુરમમાં ચાર મહિલાને પોલીસે જુગાર રમતા પકડી પાડી રૂા. ૬૧ર૦ કબ્‍જે કર્યા હતા.

શહેરનાં મધુરમ વિસ્‍તારમાં આવેલ અદિતીનગર-૧, અન્‍નપૂર્ણા માતાજીનાં મંદિરવાળી શેરીમાં સ્‍થાનિક મહિલાઓએ જાહેરમાં જુગારનો પાટલો માંડયો હોવાની માહિતી મળતા સી ડીવીઝનનાં પી.એસ.આઇ. જે. એમ. વાળાનાં માર્ગદર્શનમાં કોન્‍સટેબલ મનીષાબેન દેવરખીભાઇ વગેરેએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ગીતાબેન પ્રફુલભાઇ મણવર, ભાવનાબેન કરશનભાઇ પરમાર, ઉષાબેન સંજયભાઇ રાઠડોડ અને વિજયાબેન નરસિંહભાઇ મહિડાને જાહેરમાં જુગાર રમવા સબબ પકડી પાડી હતી.

પોલીસે મહિલાઓ પાસેથી રૂા. ૬૧ર૦ની રોકડ કબ્‍જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:12 pm IST)