Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગોંડલ પંથકમાં ૯૬૦૦ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું

ચણા,જીરૃ,ધાણા સહિતના પાકોના વાવેતરમાં ઘટાડો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૦ : રાજકોટ જિલ્લામાં આ વર્ષે રવી પાકમાં ઘઉના વાવેતરમાં વધારો થયો છે તેમ છતા ચોમાસુ પાકમાં કપાસના પાકમાં વધેલ વાવેતરનો વ્યાપ અને જિલ્લાના ઘણા તાલુકામાં પડેલા ઓછા વરસાદને કારણે રવી પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોધાયો છે.

રાજકોટ જિલ્લામાં આ વર્ષે થયેલ ઘઉં,ચણા,ધાણા,જીરૃ,લશણ,ડુંગળી સહિતના શિયાળુ રવી પાકમાં  રાજકોટ જિલ્લામાં ગતહ વર્ષે ઘઉંનું વાવેતર ૮૭૪૨૬ હેકટરમાં થયું હતું. આ વર્ષે ઘઉંનું વાવેતર ૮૯૯૨૦ હેકટરમાં થવા પામ્યું છે ત્યારે ઘઉંના વાવેતરમાં ૨૪૦૦ હેકટરનો વધારો થયો છે તો બીજી તરફ  આ વર્ષે રાજકોટ જિલ્લાના રાજકોટ,વિંછીયા,જસદણ,કોટડા સાંગાણી પંથકમાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદને લઈને રવિ પાકમાં ઘઉ, ચણા, જીરૃ, ધાણા, લસણ, ડુંગળી સહિતના પાકોનું ૨,૪૮,૭૧૯ હેકટરમાં વાવેતર થયું છે ત્યારે ગતહ વર્ષની સરખામણીમાં કપાસના પાકનો વધેલ વાવેતર વ્યાપ અને ઘણા તાલુકામાં પડેલા ઓછા વરસાદને કારણે રવી પાકમાં ૪૪૦૦૦ હેકટરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજકોટ જિલ્લામાં રવી પાકમાં ઘઉના વાવેતરનો વધારો જોવા મળ્યો છે.ત્યારે જિલ્લા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી એ એલ સોજીત્રા ના જણાવ્યા મુજબ આ વર્ષે ક્યા તાલુકામાં ઘઉનું વાવેતર કેટલા હેકટરમાં થયું છે તેમાં રાજકોટ-૧૧,૭૨૦ હેકટર ,ગોંડલ-૯,૮૦૦- હેકટર, ધોરાજી-૮,૮૦૦-હેકટર, ઉપલેટા-૨૩,૫૯૦ હેકટર , જેતપુર-૭,૪૦૦-હેકટર, જામકંડોરણા-૪,૦૦૦-હેકટર, જસદણ-૫,૫૩૦ હેકટર , વિંછીયા-૭૨૫ હેકટર  કોટડાસાંગાણી-૨,૪૯૫ હેકટર , લોધીકા-૭,૪૩૦ હેકટર

રાજકોટ જિલ્લામાં ૮૯,૯૨૦ હેકટરમાં હેકટરમાં ઘઉંનું વાવેતર થવા પામ્યું છે ત્યારે જિલ્લામાં સૌથી વધુ ઉપલેટા તાલુકામાં ૨૩,૫૯૦ હેકટરમાં ઘઉનું વાવેતર થયું છે.આ સાથે જ ઘઉના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે.ઘણા વિસ્તારોમા ખેડૂતોએ કપાસના નિષ્ફળ ગયેલ પાકની વચ્ચે કપાસના પાકનો સંકેલો કરીને ઘઉંનું વાવેતર કરેલ છે.જેમાં પણ રાજ્યમાં પડી રહેલ ઠંડીને કારણે ઘઉંના પાકને આ વર્ષે હવામાન અનુકુળ બન્યું છે.ત્યારે ગતહ વર્ષ કરતા આ વર્ષે રાજકોટ જિલ્લામાં ઘઉના ઉત્પાદનમાં વધારો જોવા મળશે.આ સાથે જ ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવો મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે

(12:11 pm IST)