Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કોડીનારમાં જુગાર રમતા ચાર ઝડપાયા

કોડીનાર,તા. 30 : ગઇ કાલ રાત્રિના કોડીનાર ઇન્‍સપેકટર એ.એમ.મકવાણા ડી-સ્‍ટાફ ઇન્‍ચાર્જ પો.હેડ કોન્‍સ. દિનેશભાઇ ધીરૂભાઇ તથા વિજયભાઇ અરજનભાઇ તથા રમેશભાઇ ભીમાભાઇ તથા લલીતભાઇ બાવકાભાઇ તથા ગોપાલસિંહ દિપસિંહ તથા પો.કોન્‍સ. નંદીશભાઇ જેસીંગભાઇ તથા જગદીશભાઇ રામસીંગભાઇ તથા ઇમ્‍તીયાઝભાઇ ભીખુભાઇએ હકીકત આધારે કોડીનાર જમતકડા શેરીમાંથી સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા રૂા. 14,210 સાથે (1) મહેબુબભાઇ અલીભાઇ મન્‍સુરી રહે. જનતકડા શેરી (2) જીકરભાઇ મહમદઅલી મન્‍સુરી રહે. જંગલીપીર સોસાયટી, (3) રીજવાનભાઇ ઓસમાણભાઇ કાસમાણી રહે. મેમણ કોલોની (5) યુનુસમીયા તાલેબમીયા કાદરી રહે. જનતકડા શેરીને ઝડપી લીધા હતા.

(11:56 am IST)