Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

શિવત્વ : વિવિધ રૂપમાં ગુણ અપાર...

મહાદેવના આધ્‍યાત્‍મિક અને આધિદૈવિક, આધિભૌતિક સ્‍વરૂપોના શાબ્‍દિક દર્શન

શૈવાગામ અનુસાર એકાદશ રૂદ્ર આ પ્રમાણે છેઃ- (૧) શંભુ (૨) પિનાકી (૩) ગિરીશ (૪) સ્‍થાણુ (૫) ભર્ગ (૬) સદાશિવ (૭) શિવ (૮) હર (૯) શર્વ (૧૦) કપાલી (૧૧) ભવ

આભ્‍યાત્‍મિક, આધિદૈવિક અને આધિભૌતિક- આ ત્રણ દ્રષ્‍ટિકોણથી આ એકાદશ રૂદ્રના સ્‍વરૂપનું કથન થાય છે.

(૧) આધ્‍યાત્‍મિક સ્‍વરૂપ : શતપથ બ્રાહ્મણના ચતુર્દશકાંડ (બૃહદારણ્‍યકોપનિષદ) અનુસાર પુરૂષના દશ પ્રાણ અને અગિયારમો આત્‍મા જે એકાદશ આધ્‍યાત્‍મિક રૂદ્ર છે.

અંતરિક્ષસ્‍થ પ્રાણતત્‍વ આપણા શરીરમાં પ્રાણસ્‍વરૂપ ધારણ કરીને પ્રવેશ કરે છે. તે જ શરીરના દશ સ્‍થાનોમાં ઉપસ્‍થિત થઇને કાર્યરત બને છે. તદનુસાર તે સર્વ રૂદ્રપ્રાણ વે. અગિયારમો આત્‍મા પણ રૂદ્ર પ્રાણાત્‍મા તરીકે ગણાય છે.

(૨) આધિદૈવિક સ્‍વરૂપઃ આધિદૈવિક રૂદ્ર તારામંડલોમાં અવસ્‍થિત રહે છે. વિભિન્‍ન પુરાણોમાં તેમના વિભિન્‍ન નામો અને તેમના વિભિન્‍ન સ્‍વરૂપોનું કથન જોવા મળે છે.

તેમની ઉત્‍પતિ કારણો વિશે પણ ઘણા વિભિન્‍ન મતો છે.

(૩) આધિભૌતિક સ્‍વરૂપ : આધિભૌતિક સ્‍વરૂપે રૂદ્ર પૃથ્‍વી, જળ, તેજ, વાયુ, આકાશ, સુર્ય, ચંદ્રમા, યજમાન, પવમાન, પાવક અને શુચિ-આ સ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત થયા છે. એકાદશ રૂદ્રના આ અગિયાર આધિભૌતિક સ્‍વરૂપ છે, અધિષ્‍ઠાન છે.

આ એકાદશમાં ના પ્રથમ આઠ શિવજીની અષ્‍ટમૂર્તિ કહેવાય છે અને શેષ ત્રણ પવમાન, પાવક અને શુચિ ઘોરરૂપ ગણાય છે.

(૧) શુંભ

A|ïlJQ6]DC[XFG N[JNFGJ ZF1F;Fo P

I:DFTŸ 5|HlXZ[ N[JF:T XdE] 5|6DFdICDŸ PP

‘બ્રહ્મા, વિષ્‍ણુ, મહેશ, દેવ, દાનવ, રાક્ષસ આ સર્વ જેમાંથી ઉત્‍પન્‍ન થયા છે. અને જેમનામાંથી સર્વ દેવોની ઉત્‍પતિ થઇ છે. એવા ભગવાન શંભુને હું પ્રણામ કરૂં છું.'

પ્રથમ રૂદ્ર ભગવાન શંભુની આધિભૌતિક પૃથ્‍વીમૂર્તિ એકામેશ્વર અથવા એકામ્રનાથ (ક્ષિતિલિંગ) નામથી શિવકાંચીમાં પ્રતિષ્‍ઠિત છે.

ભગવતી પાર્વતીજીએ અહીં શિવકાંચીમાં આ ક્ષિતિલિંગની સ્‍થાપના કરીને આ શંભુ-રૂદ્રની ઉપાસના કરી હતી.

પરંપરા અનુસાર આ શિવલિંગ પર જળનો અભિષેક થતો નથી. પરંતુ ચમેલીના તેલથી સ્‍નાન-અભિષેક થાય છે.

ભગવાન શિવનો નંદીશ્વર અવતાર શિવના આ શંભુ -રૂદ્ર સ્‍વરૂપમાંથી પ્રગટ થયો છે. ભગવાન શંભુએ નંદીને પોતાના ગણોના ગણાધ્‍યક્ષ તરીકે નિયુકત કરીને તેમનો અભિષેક કર્યો છે.

(૨) પિનાકી

1FDFZY;DF~- A|ï;}+ ;DlgJTDŸ P

RT]J["N{ê ;lCT l5GFlSGDC EH[ PP

‘ક્ષમારૂપી રથ પર આરૂદ્ર, બ્રહ્મસુત્રથી સમન્‍વિચત, ચારેય વેદોને ધારણ કરનાર ભગવાન પિનાકીને હું ભજુ છું.'

આધિભૌતિક રૂદ્રના સ્‍વરૂપમાં, દ્વિતીય રૂદ્ર પિનાકીના જલમૂર્તિ દક્ષિણ ભારતના ત્રિચિનાપલ્લીના શ્રીરંગમની બાજુમાં પ્રતિષ્‍ઠિત છે. આ સ્‍વરૂપને જલતત્‍વલિંગ અથવા જંબુકેશ્વરલિંગ નામથી ઓળખવામાં આવે છે.

આ લિંગમૂર્તિની નીચેથી એક જલધારા સતત વહેતી રહે છે.

મંદિરની પાછળ એક ચબૂતરા પર જાંબુનું એક પ્રાચીન વૃક્ષ છે. આ જાંબુના વૃક્ષ પરથી આ શિવલિંગનું નામ જંબુકેશ્વર પડયું છે.

અહીં પહેલા જાંબુના અનેક વૃક્ષો હતા. એક ઋષિ અહીં ભગવાન શિવજીની આરાધનના કરતા હતા જાંબુના વનમાં તપヘર્યા કરતા હતા તેથી તેઓ જંબુ ઋષિ તરીકે પ્રસિધ્‍ધ થઇ ગયા. ઋષિની કઠોર તપヘર્યા અને ઉપાસનાથી પ્રશન્‍ન થઇને ભગવાન શિવજીને તેમને દર્શન આપ્‍યા. જંબુઋષિની પ્રાર્થનાથી શિવજી અહીં દ્વિતીય રૂદ્રની જલમૂર્તિના રૂપમાં પ્રતિષ્‍ઠિત થયા છે.

એમ કહેવાય છે કે ભગવાન આદિ શંકરાચાર્ય અહીં શિવજીની આરાધના કરી હતી.

(૩) ગિરીશ

S{,F; lXBZ 5|MngDl6 D^05DwIUo P

lUlZXM lUlZHF 5|F6J<,EM0:T] ;NFD]N[ PP

‘કૈલાશના ઉચ્‍ચતમ શિખર પર મણિમંડપના મધ્‍યમાં અવસ્‍થિત પાર્વતીજીના પ્રાણવલ્લભ ભગવાન ગિરીશ અમેન સદાસર્વદા આનંદ પ્રદાન કરે'

ભગવાન શિવજીના આ પૃથ્‍વી પર અને અનેક લોકોમાં અનેક નિવાસસ્‍થાન છે. આમ છતાં શિવજીનું ખાસ નિવાસસ્‍થાન કૈલાશગિરિ છે. કૈલાસગિરિ પર નિવાસ હોવાથી તેમનું એક નામ ‘ગિરિશ' થયું છે. અહીં ભગવાન રૂદ્ર પોતાના તૃતીય સ્‍વરૂપ ‘ગિરીશ' સ્‍વરૂપથી પ્રતિષ્‍ઠિત છે.

દક્ષપ્રજાપતિના પુત્રી સતીએ દેહત્‍યાગ કર્યો અને શિવજીને પુનઃપતિરૂપે પ્રાપ્‍ત કરવા માટે હિમાલયમાાં ‘પાર્વતી' સ્‍વરૂપે જન્‍મધારણ કર્યો. શિવજીને પ્રાપ્‍ત કરવા માટે પાર્વતીજીએ અહીં હિમાલયમાં જ તપヘર્યા કરી. અહીં શિવ-પાર્વતીના લગ્ન રચાયા છે. અહીં જ ‘ગિરીશ'ના ધર્મપત્‍ની પાર્વતીજી ‘ગિરિજા' નામ ધારણ કરે છે.

આધિભૌતિક સ્‍વરૂપે ભગવાન રૂદ્રની આ તૃતીય મૂર્તિ ભગવાન ગિરીશની અગ્નિમૂર્તિ-તેજોલિંગ અરૂણાચલમાં અવસ્‍થિત છે.

એમ મનાય છે કે એક વાર પાર્વતીજીએ કૌતુકવશ પોતાના હાથથી શિવજીની બંને આંખો બંધ કરી દીધી. આમ બનવાથી જગતમાં સર્વત્ર અંધકાર છવાઇ ગયો, કારણ કે સુર્ય અને ચંદ્ર તો ભગવાન રૂદ્રના નેત્રો છે. આમ બનવાથી સૃષ્‍ટિના સર્વ પ્રાણીઓના પ્રાણો સંકટમાં આવી ગયા.

તદનંતર પ્રાયヘતિ સ્‍વરૂપે પાર્વતીજીએ શિવકાંચી અને અરૂણાચલમાં કઠોર તપヘર્યા કરી. તેના પરિણામ સ્‍વરૂપે અગ્નિશિખાના રૂપમાં એક તેજ સ્‍વરૂપ અલૌકિક લિંગનો પ્રાદુર્ભાવ થયો. આમ થવાથી જગતમાંથી અંધકાર દૂર થઇ ગયો આ જ અગ્નિસ્‍વરૂપ ગિરીશ રૂદ્રનું તેજોલિંગ છે.

આ જ અરૂણાચલમાં ભગવાન રમણ મહર્ષિની સાધના થઇ અને તેમને અહીં સિધ્‍ધિ પ્રાપ્‍ત થઇ.

આજે પણ અહીં અરૂણાચલમાં ભગવાન રમણ મહર્ષિનો આશ્રમ અવસ્‍થિત છે. અને સુચારૂ રૂપે ચાલે છે.

અરૂણાચલેશ્વર મંદિરમાં ભગવાન રમણ મહર્ષિએ ગહન ધ્‍યાન સાધના કરી હતી. ભગવાન રમણ મહર્ષિએ અરૂણાચલેશ્વર એકસ્ત્રોત પણ રચ્‍યું છે.

(૪) સ્‍થાણુ

JFDFUS'T;J[X lUlZSgIF ;]BFJCDŸ P

:YF6] GDFlD lXZ;F ;J"N[J GD:S'TDŸ PP

‘પોતાના વામાંગમાં ગિરિકન્‍યા પાર્વતીને સંનિવિષ્‍ટ કરીને, તેમને સુખ પ્રદાન કરનાર અને સંપૂર્ણ દેવમંડલના પ્રણમ્‍ય ભગવાન સ્‍થાણુરૂદ્રને હું મસ્‍તકથી નમસ્‍કાર કરૂં છું.'

શૈવાગામમાં ભગવાન રૂદ્રના ચોથા સ્‍વરૂપને ‘સ્‍થાણુ' ગણાવેલ છે.

ભગવાન શિવજી તો આત્‍મારામ, સમાધિમગ્ન અને પૂર્ણ છે. આમ છતાં લોક કલ્‍યાણ માટે અને દેવોની પ્રાર્થના સ્‍વીકારીને ગિરિરાજ હિમવાનની કન્‍યાને અર્થાત પોતાઆદિશકિત પાર્વતીને પોતાના વામાંગમાં પત્‍નીરૂપે શિવજી સ્‍થાન આપે છે. આ રીતે પોતાની અદ્‌ભૂત લીલાથી શિવજી પોતાના ભકતોને સુખ પ્રદાન કરે છે.

અહીં સ્‍થાળુ સ્‍વરૂપમાં શિવજીના વામ ભાગે પાર્વતીજી પણ બિરાજમાન છે.

તારકાસુરના ત્રાસથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છે. દેવો બ્રહ્માજીને શરણે જાય છે. તારકાસુરનું મૃત્‍યુ માત્ર શિવજીના પુત્રથી જ થાય. દક્ષપુત્રી શિવપત્‍ની સતીએ તો દક્ષયજ્ઞમાં દેહનો ત્‍યાગ કર્યો છે. અને હિમાલયને ઘેર પુત્રી-પાર્વતીરૂે જન્‍મ ધારણ કર્યો છે.

શિવજી કૈલાસમાં સમાધિમગ્ન છે. શિવજીની સમાધિનો ભંગ કરવા માટે દેવો કામદેવને શિવજી પાસે મોકલે છે. શિવજી સમાધિમાંથી બહાર તો આવે છે, પરંતુ કામદેવ બળીને ભસ્‍મ થાય છે.

બ્રહ્માજી અને દેવોની પ્રાર્થનાથી શિવ-પાર્વતીના લગ્ન થાય છે. કાર્તિકેયજીનો જન્‍મ થાય છે. અને કાર્તિકેયજી દ્વારા તારકાસુરનો વધ થાય છે.

સ્‍થાણુ રૂદ્ર અને તેમના વામાંગમાં પ્રતિષ્‍ઠિત પાર્વતીજીની અનેક પ્રકારે સ્‍તુતિ કરીને દેવો આનંદપૂર્વક પોતાના લોકમાં જાય છે.

આધિભૌતિક રૂદ્રના ચતુર્થ સ્‍વરૂપ ભગવાન સ્‍થાણુ રૂદ્રની વાયુમૂર્તિ નિરૂપતિ બાલાજીની ઉતર દિશામાં સ્‍વર્ણમુખી નદીના તટપર અવસ્‍થિત છે. આ મૂર્તિને કાલીહસ્‍તીશ્વર વાયુલિંગ કહેવાય આવે છે.

લોકોનો એવો વિશ્વાસ છે કે અહીં ભગવાન સ્‍થાણુ-રૂદ્ર વાયુના સ્‍વરૂપમાં પ્રતિષ્‍ઠિત છે અહીં શિવલિંગ ગોળાકાર નથી, પરંતુ ચતુષ્‍કોણાકાર છે.

અહીં કણ્‍ણય નામના એક ભકતે પોતાની બંને આંખો કાઢીને શિવજીજે ચડાવી હતી અને તે રીતે શિવજીને અખંડભકિત પ્રાપ્‍ત કરી હતી.

લોકોની એવી શ્રધ્‍ધા છે કે અહીં મૃત્‍યુ પામનાર મૃતાત્‍માના કાનમાં તારક મંત્ર સંભળાવીને શિવજી તેને મુક્‍ત કરે છે.

(૫) ભર્ગ

RãFJT;M Hl8,lÜ6[ +ME:D5FZ P

ñNI:Yo ;NFE}IFN EUM" EIlJGFXGo PP

‘ચંદ્રભૂષણ, જટાધારી, ત્રિનેત્ર, ભસ્‍મોજ્‍વલ, ભયનાશક, ભર્ગ સદા અમારા હૃદયમાં નિવાસ કરે'

પાંચમાં રૂદ્ર ભગવાન ભર્ગ ભય વિનાશક કહેલ છે. દુઃખ પીડિત સંસારને શીધ્રાતિશીધ્ર દુઃખ અને ભયથી મુકત કરનાર ભગવાન ભર્ગરૂદ્ર છે. ભર્ગરૂદ્ર જ્ઞાનસ્‍વરૂપ હોવાથી મુકિત પ્રદાન કરીને ભકતોને ભવસાગરના ત્રાસથી મુકત કરે છે.

અમૃતની પ્રાપ્‍તિ માટે દેવો અને અસુરો સમુદ્રમંથન કરે છે. અમૃત તો પાછળથી નીકળશે પરંતુ પહેલા તો સમુદ્રમાંથી હલાહલ વિષ નીકળે છે.

દેવો, અસુરો, બ્રહ્માજી અને ભગવાન વિષ્‍ણુ આ વિકટ મુશ્‍કેલીના નિવારણ માટે શિવજી પાસે જાય છે અને સૌ શિવજીને પ્રાર્થના કરે છે-

‘હે મહાદેવ! સમુદ્રમાંથી નીકળેલ આ હળાહળ ઝેરની ભયંકર જ્‍વાળાથી દેવો સઞિત સમગ્ર સૃષ્‍ટિ બળીને ભસ્‍મ બની રહી છે. સર્વ પ્રાણીઓને ભયથી મુકત આપનાર હે ભર્ગરૂદ્ર! આપ અમને સૌ આ કાલકૂટના મહાન ભયથી સર્વ રીતે મુકત કરો.'

 શિવજી તો કૃપાસ્‍વરૂપ છે. શિવજી આ કાતિલ ઝેરનું પાન કરીને પોતાના કંઠમાં ધારણ કરી નાખે છે. અને નીલકંઠ બને છે.

પરોપકાર માટે, સમષ્‍ટિના કલ્‍યાણ માટે આત્‍મત્‍યાગ કરવાથી ભગવાન રૂદ્રના પંચમ સ્‍વરૂપેને ‘ભર્ગ રૂદ્ર' કહેવામાં આવે છે.

વિષની જ્‍વાળાને શાંત કરવા માટે શિવજીના આ સ્‍વરૂપ ભર્ગરૂદ્ર પોતાના મસ્‍કત પર ચંદ્રમાં ધારણ કરે છે.

પરોપકારના પ્રતિક ભગવાન ભર્ગ રૂદ્રની આધિભૌતિક આકાશમૂર્તિ આકાશલિંગ સ્‍વરૂપે ચિદંબરમમાં પ્રતિષ્‍ઠિત છે. આ મંદિર કાવેરીના તટપર છે. આકાશસ્‍વરૂપ હોવાથી પ્રધાન મંદિરમાં કોઇ મૂર્તિ નથી. બાજુના અન્‍ય મંદિરમાં તાંડવનૃત્‍યકારી ચિદંબરેશ્વર નટરાજની મનોરમ મૂર્તિ વિદ્યમાન છે.

એક શ્‍યામરંગી દીવાલમાં એક મંત્રી ઉત્‍કીર્ણ છે. તેના પર સુવર્ણ માલાઓ લટકતી રહે છે. આ જ ભગવાન ભર્ગરૂદ્રનું આકાશલિંગ છે. ભગવાન રૂદ્રનું સ્‍થાન ચિદાકાશ કહેવાય છે.

ભગાવન રૂદ્ર જેમ પૃથ્‍વીમાં પ્રતિષ્‍ઠિત છે, તેમ આકાશમાં પણ પ્રતિષ્‍ઠિત છે. અહીં રૂદ્રનું આ ‘ભર્ગ' સ્‍વરૂપ આકાશસ્‍વરૂપ છે. અને તેથી જ અહીં પ્રધાનમંદિરમાં મૂર્તિ નથી, પરંતુ મૂર્તિના સ્‍થાન પર અવકાશ છે તદ્દનુસાર આ આકાશમૂર્તિ છે.

(૬) સદાશિવ

A|ïF E}tJF;'H"<,MS lJQ6]E}"tJFY 5F,IGŸ P

~ãM E}tJFCZgGT[ UlTD["0:T] ;NFlXJ PP

‘જેઓ બ્રહ્મા બનીને સમગ્ર લોકોની સૃષ્‍ટિ કરે છે, વિષ્‍ણુ બનીને સર્વનું પાલન કરે છે અને અંતમાં રૂદ્ર રૂપે સર્વનો સંહાર કરે છે, તે સદાશિવ મારી પરમગતિ હો.'

શૈવાગામમાં રૂદ્રના છઠ્ઠા સ્‍વરૂપને ‘સદાશિવ' કહેવામાં આવેલ છે.

સર્વપ્રથમ નિરાકાર પરબ્રહ્મ શિવજીએ પોતાની લીલાશકિતથી પોતાની મૂર્તિથી કલ્‍પના કરી. આ મૂર્તિ સંપૂર્ણ ઐશ્વર્ય-ગુણોથી સંપન્‍ન, સર્વની વંદનીયા, શુભસ્‍વરૂપા, સર્વરૂપા, અને સર્વસંસ્‍કૃતિઓનું કેન્‍દ્ર છે. આ રીતે મૂર્તિની કલ્‍પના કરીને અદ્વિતીય બ્રહ્મ અંતર્હિત થઇ ગયા. આ પ્રમાણે જે મૂર્તિ રહિત પરબ્રહ્મ છે, તેમનું ચિન્‍મય સાકાર સ્‍વરૂપ સદાશિવ છે. તેમને જ ઇશ્વર પણ કહેવામાં આવે છે.

એકાકી વિહરણ કરનાર તે સદાશિવે પોતાના વિગ્રહમાંથી સ્‍વયં એક સ્‍વરૂપભૂતા શકિતનું પ્રાગટય કર્યું. આ આદ્યામહાશકિતને અંબિકાજનની, નિત્‍યા અને આદ્યાશકિત પણ કહે છે. સદાશિવ દ્વારા પ્રગટ કરાયેલી તે શકિતની આઠ ભૂજાઓ છે. આ મહાશકિત સહષા ચંદ્રમાની કાંતિ ધારણ કરે છે. આ શકિત જ સર્વની યોનિ છે. એકાકી હોવા છતા આ શકિત પોતાની માયાથી અનેક સ્‍વરૂપો ધારણ કરે છે.

જે સદાશિવ છે, તેમને જ પરમપુરૂષ ઇશ્વર અને મહેશ્વર પણ કહેલ છે. તેમના મસ્‍તક પર આકાશ-ગંગા ધારણ કરેલી છે. તેમના લાલપ્રદેશ પર ચંદ્રમાં શોભાયમાન છે. તેમના પાંચ મુખ છે અને પ્રત્‍યેક મુખમાં ત્રણ ત્રણ નેત્રો છે. તેઓ દશ ભુજાઓથી યુકત અને ત્રિશૂલધારી છે તેમના શ્રીઅંગોની શોભા કપૂર સમાન અને ભસ્‍મથી વિભૂષિત છે. તેમણે જ શકિતની સાથે એક જ સમયે ‘શિવલોક' નામના ક્ષેત્રનું નિર્માણ કર્યું છે.

આધિભૌતિક સ્‍વરૂપે ભગવાન સૂર્યસદાશિવરૂદ્રનું સ્‍વરૂપ છે. શાષાો અને ધર્મગ્રંથો અનુસાર સૂર્ય પ્રત્‍યક્ષ દેવ છે. સદાશિવ અને સુર્યમાં કોઇ ભેદ નથી. તદનુસાર પ્રત્‍યેક સુર્યમંદિર ભગવાન સદાશિવરૂદ્રની સૂર્યમૂર્તિનું પરિચાયક છે.

(૭) શિવ

UFI+L 5|lTIFnFIFiIMSFZ S'T;ÍG[ P

S<IF6U]6WFdG[0:T] lXJFI lJlCTFGlTo PP

‘ગાયત્રી જેમનું પ્રતિપાદન કરે છે, ઓમકાર જેમનું ભવન છે, આવા સમસ્‍ત કલ્‍યાણ અને ગુણોના ધામ શિવજીને મારા પ્રણામ છે.'

શૈવાગામમાં રૂદ્રના સાતમા સ્‍વરૂપને ‘શિવ' કહેલ છે.

‘શિવ' શબ્‍દ વિજ્ઞાનાનંદધન પરમાત્‍માનો વાચક છે. તેથી શૈવાગામ ભગવાન શિવને ગાયત્રીમંત્ર દ્વારા પ્રતિપાધ અને એકાક્ષર ઓમકારનો વારયાર્થ માને છે.

‘શિવ' શબ્‍દની ઉત્‍પતિ ‘વશ વગન્‍તૌ' ધાતુથી થઇ છે. તદનુસાર તાત્‍પર્ય એ છે કે જેમને સૌ ચાહે છે, તેમનું નામ ‘શિવ' છે. સૌ ચાહે છે- અખંડ, આનંદને તદ્દનુસાર ‘શિવ' શબ્‍દનો અર્થ અખંડ આનંદ થયો. જયાં આનંદ છે ત્‍યાં શાંતિ છે. પરમ આનંદને જ પરમ કલ્‍યાણ કહે છે. આમ ‘શિવ' શબ્‍દનો ‘કલ્‍યાણ' થાય છે. તદનુસાર શિવને કલ્‍યાણ ગુણ-નિલય કહેવાય છે.

શિવ-તત્‍વને યથાર્થતઃ હિમાલયતનયા ભગવતી પાર્વતી જ જાણે છે.

ભગવતી પાર્વતી શિવજીની પ્રાપ્‍તિ માટે હિમાલયમાં ઉગ્ર તપヘર્યા કરી રહ્યા હતા. પાર્વતીની પરીક્ષા માટે શિવજી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પાર્વતીની પાસે આવે છે અને પાર્વતી સમક્ષ શિવજીની નિંદા કરે છે. બ્રાહ્મણવેષધારી શિવજી પાર્વતીજીને કહે છે

‘દેવી! શિવજી સાથે લગ્ન કરવાનો તમારો સંકલ્‍પ સર્વથા અનુચિત છે. આ શિવ તો જટાધારી છે. આ શિવ તો ચિતાભસ્‍મનું લેપન કરનાર ભૂતપતિ છે. તેમના માતા-પિતા કે કુળની પણ જાણ નથી તેઓ તો દિગંબર રહે છે અથછા વાઘનું ચામડુ પહેરે છે તેમના દેહ ર સાપના ઘરેણા છે. આ મુંડમાલાધારી શિવ સાથે લગ્ન કરીને તમે શું પામવા ઇચ્‍છો છો ?'

 શિવજીની નિંદા સાંભળીને પાર્વતીજી ક્રોધપૂર્વક કહે છે.

‘અરે, બ્રહ્મદેવ ! તેમ શિવજીના મહિમાને શું સમજી શકો ? શિવજી તો અમંગલવેષધારી હોવા છતા સર્વમંગલોનું ધામ છે. અરે ! સર્વ દેવોનું દેવત્‍વ તેમની કૃપાનું ફળ છે.'

વળી પાર્વતીજી કહે છે-

SMl8 HGD TS ZUZ CDFZL P

AZC¥} XE] GT ZCp¥ S]JFZL PP

પાર્વતીજીની એક એકનિષ્‍ઠ શિવભકિત જોઇને શિવજી પોતાના છઠ વેષ છોડીને પોતાના મુળ સ્‍વરૂપે પ્રગટ થાય છે. આમ પાર્વતીજીની ઇચ્‍છા પુર્ણ થઇ શિવજી અને પાર્વતીજીના લગ્ન થયા. આધિભૌતિક સ્‍વરૂપે જોઇએ તો સાતમા રૂદ્રની મૂર્તિ કાઠિયાવાડમાં પ્રભાસ ક્ષેત્રમાં ‘સોમનાથ' સ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત છે.આ પ્રભાસક્ષેત્રના સોમનાથ સ્‍વરૂપની સ્‍થાપના ભગવાન ચંદ્રદેવ દ્વારા થઇ છે.

રૂદ્રદેવનું આ સાતમું સ્‍વરૂપ  ‘શિવરૂદ્ર' ભગવાન શિવજીની ચંદ્રમૂર્તિનું સ્‍વરૂપ છે. તદ્દનુસાર તેઓ અહીં ‘સોમનાથ' નામે પ્રસિધ્‍ધ છે. એ જાણવું આનંદપ્રદ બની રહેશે કે ભવાન શ્રીકૃષ્‍ણ આ પ્રભાસક્ષેત્રમાં અનેકવાર પધાર્યા છે.

(૮) હર

VFXLlJQFFCFZ S'T[ N[ JF{W5|6TF¢3|I[

l5GFSFl¢ŸSTC:TFI CZFIF:T] GD:S'lT PP

‘જેઓ ભુજંગ-ભૂષણ ધારણ કરે છે, દેવો જેમના ચરણોમાં વિનમ છે તે પિનાકપાણિ હરને મારા નમસ્‍કાર છે.'

શૈવાગામ અનુસાર ભયવાન રૂદ્રના આઠમા સ્‍વરૂપનું નામ ‘હર' છે. ભગવાન હરને સર્પભૂષણ કહેવામાં આવે છે. મંગલ અને અમંગલ, બધુ જ તેમના શરીરમાં છે, તદ્દનુસાર સર્પ પણ છે જ. વળી રૂદ્ર સંહારના દેવ છે, અને સર્પ તો સંહારનું પ્રતીક છે. તદ્‌નુસાર હર રૂદ્ર પોતાના ગળામાં સર્પને ધારણ કરે છે.

ભગવાન હર પોતાના શરણમાં આવનાર ભકતોને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્‍યાતિમક ત્રણેય પ્રકારના પાપોથી મુકત કરે છે. તદ્‌નુસાર પણ તેમનું ‘હર' નામ સાર્થક છે.

શિવ-પાર્વતીના પુત્ર દેવસેનાપતિ દ્વારા તારકાસુરનો વધ થયો. તારકાસુરનો ત્રણ પુત્રોએ તપヘર્યાથી પ્રસન્‍ન કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્‍યું.

તદ્‌નુસાર મયદાનવે તેમના માટે અભેદ્ય ત્રણ કિલ્લા બનાવી દીધા.

તારકાક્ષ માટે સ્‍વર્ણમય કિલ્લો બનાવ્‍યો. વિદ્યુન્‍માલી માટે લોહમય કિલ્લો બનાવ્‍યો અને એવું પણ વરદાર પ્રાપ્‍ત કર્યું કે ભગવાન હર સિવાય કોઇ આ કિલ્લાઓનું ભેદન ન જ કરી શકે.

આ વરદાનના જોર પર તારકાસુરના આ ત્રણ પુત્રોએ દેવોને ખૂબ ત્રાસ આપવાનું શરૂ કર્યું.  દેવો આ ત્રાસથી ત્રાસીને ભગવાન હરને શરણે જાય છે.

ભગવાન હર તેમણે કહે છે... ‘જ્‍યાં સુધી આ ત્રણેય અસુરો મારી ભકિત કરે છે, ત્‍યાં સુધી હું તેને મારી ન શકું.'

આખરે વિષ્‍ણુમાયાથી મોહિત થઇને આ ત્રણેય અસુરો હરભકિતથી વિમુખ થયા અને પછી ભગવાન હર દ્વારા તેમનો ઉધ્‍ધાર થયો.

આધિભૌતિક સ્‍વરૂપે આઠવા રૂદ્ર હરની મૂર્તિ કાઠમંડુ (નેપાલ)માં ‘પશુપતિનાથ' સ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત છે. રૂદ્રનું આ આઠમું સ્‍વરૂપ ‘યજમાનમૂર્તિ' ગણાય છે.

(૯) શર્વ

lT;'6F R 5]ZF CgTF S'TFTDNEHGo P

B0U5Fl6:TL16NQ8o XJF" bIM0:T]D]N[ DDŸ PP

‘ત્રિપુરહન્‍તા, યમરાજના મદનું ભજન કરનાર, ખડગપાણિ અને તીક્ષ્ણદૃષ્‍ટ શર્વ અમારા માટે આનંદદાયક હો'

ભગવાન રૂદ્રના નવમા સ્‍વરૂપનું નામ ‘શર્વ' છે.

સર્વદેવમય રથ પર સવાર થઇને ત્રિપુરાનો સંહાર કરનાર હોવાથી તેમને ‘શર્વ રૂદ્ર' કહેવામાં આવે છે. શર્વનો એક અર્થ સર્વવ્‍યાપી, સર્વાત્‍મા અને ત્રિલોકીના અધિપતિ પણ થાય છે.

ત્રિપુરાસુરના ત્રાસથી ત્રસ્‍ત દેવો તથા બ્રહ્માજીને પ્રાર્થના કરી. ‘ભગવત ! અમને સૌને અને આ સૃષ્‍ટિને આ ત્રિપુરાસુરના ત્રાસથી મુકત કરો, તેવી અમારી આપને પ્રાર્થના છે.'

ભગવાન શર્વ રૂદ્ર બ્રહ્માજીને અને દેવોને કહે છે - ‘બ્રહ્માજી ! તમે મને દેવોના સમ્રાટ કહો છો તો મારી પાસે તદનુરૂપ સામગ્રી હોવી જોઇએ. દિવ્‍ય રથ, ઉપયુક્‍ત સારથિ, સંગ્રામમાં વિજય આપે તેવું ધનુષ્‍ય - આ સર્વ ઉપલબ્‍ધ થવું જોઇએ.'

આ પ્રમાણે કહીને શર્વ રૂદ્ર મૌન થઇ ગયા. તદનંતર ભગવાન શર્વરૂદ્ર માટે આવશ્‍યક સર્વ સામગ્રી તૈયાર થઇ વિશ્વકર્મા સુવર્ણનો સર્વદેવમય રથ બનાવે છે. જમણા ચક્રમાં સૂર્ય અને ડાબા ચક્રમાં ચંદ્ર બિરાજમાન છે. છ ઋતુઓ ચક્રની નેમિ બની છે. અંતરિક્ષ રથનો અગ્રભાગ બને છે અને મંદરાચલની બેઠક બનાવી છે. સંવત્‍સર રથનો વેગ અને પંચમહાભૂત બળ બને છે. શ્રધ્‍ધા રથની ચાલ બને છે. વેદોના છ અંગો ભૂષણ છે. શેષનાથ દોરી બને છે, તીર્થો ધ્‍વજા બને છે, સમુદ્ર રથના વષા છે, પવિત્ર નદીઓ ચામર ઢોળે છે, ચાર વેદ રથના ચાર ઘોડા બને છે. સ્‍વયં  બ્રહ્માજી રથના સારથી બને છે. હિમાલય ધનુષ્‍ય બને છે અને નાગરાજની પ્રત્‍યંચા બનાવેલ છે. ભગવાન વિષ્‍ણુ બાણ અને અગ્નિ બાણની અણી બને છે. આ બ્રહ્માંડસ્‍વરૂપ રથમાં ભગવાન શર્વ રૂદ્ર સવાર થાય છે.

તદનંતર ભગવાન શર્વ રૂદ્રે પોતાના ધનુષ્‍ય પર પાશુપતાષા નામનું બાણ ચડાવ્‍યું અને કરોડો સૂર્ય સમાન તે બાણ ત્રિપુરાસુર પર છોડયું. ક્ષણવારમાં તે બાણે ત્રિપુરનિવાસી ત્રિપુરાસુર અને તેમના સાથી સર્વ દૈત્‍યોનો સંહાર કર્યો.

ત્રિુપરાન્‍તક ભગવાન શર્વરૂદ્રનો જયકાર થઇ ગયો. અને સૃષ્‍ટિ તથા દેવો ત્રિપુરાસુરના ત્રાસથી મુક્‍ત થયા. આધિભૌતિક સ્‍વરૂપે જોઇએ તો શર્વ રૂદ્રને ‘પવમાન' કહેવામાં આવે છે.  આ ભગવાના શર્વરૂદ્રનું સ્‍થાન આકાશમાં છે. સંહારક સ્‍વરૂપ હોવાથી તેમને શાંત રહેવાની પ્રાર્થના કરવામાં આવેલ છે.

(૧૦) કપાલી

N1FFwJZ wJ+;SZo SM5I]tSD]BFdA]Ho P

X},5Fl6o ;]BFIF:T] S5F,L I[ CIlG"XDŸ PP

‘દક્ષયજ્ઞનો વિધ્‍વંસ કરનાર તથા ક્રોધિત મુખકમલવાળા શૂલપાણિ કપાલી અમને રાત્રિ-દિવસ સુખ પ્રદાન કરે'

શૈવાગમ અનુસાર દશમાં રૂદ્રનું નામ કપાલી છે. એકવાર ભગવાન કપાલી બ્રહ્માના યજ્ઞમાં કપાલ ધારણ કરીને ગયા. તેથી તેમને યજ્ઞશાળાના દ્વાર પર જ રોકવામાં આવ્‍યા. તે વખતે ભગવાન કપાલીએ તેમને પોતાના પ્રભાવનું દર્શન કરાવ્‍યું. પછી સૌએ તેમની ક્ષમા માગી અને યજ્ઞમાં તેમને બ્રહ્માજીના ઉત્તરમાં બહુમાનપૂર્વક સ્‍થાન અર્પણ કર્યું.

એમ પણ મનાય છે કે બ્રહ્માજીને પાંચ મસ્‍તકો હતા. તેમના ચાર મસ્‍તક ચાર વેદના પાઠ કરતા હતા પરંતુ પાંચમું મસ્‍તક અનર્ગલ પ્રલાપ કરતું હતું. તેથી ભગવાન કપાલીએ બ્રહ્માજીના તે પાંચમા મસ્‍તકને કાપી નાખ્‍યું. કપાલ ધારણ કરવાને કારણે દશમા રૂદ્રને કપાલી કહેવામાં આવે છે.

એકવાર બ્રહ્માજીની સભામાં સૌ દેવો સંમિલિત હતા. શિવજી પણ હતા તે વખતે દક્ષપ્રજાપતિ સભામાં પ્રવેશે છે. તેમના સમ્‍માનમાં સૌ દેવો ઉભા થયા. શિવજી તો ધ્‍યાનમગ્ન હતા. તેથી ઉભા ન થયા. પોતાના જમાઇએ પોતાનું માન જાળવ્‍યું નથી, તેથી નારાજ થઇને દક્ષપ્રજાપતિએ શિવજીને યજ્ઞભાગ નહિ મળે તેવો શ્રાપ આપ્‍યો.

શિવજીને અપમાનિત કરવા માટે દક્ષપ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું. શિવજી અને સતીને નિમંત્રણ ન આપ્‍યું. શિવજીએ યજ્ઞમાં ન જવા માટે સતીને સમજાવ્‍યા છતાં સતી પિતાજીના યજ્ઞમાં ગયા યજ્ઞસ્‍થાનમાં સતીની અવગણના થઇ અને યજ્ઞમાં રૂદ્રનો ભાગ પણ જોયો. આથી સતીએ ત્‍યાં જ દેહને યોગાગ્નિમાં બાળી નાખ્‍યો.

આ સમાચાર જાણીને શિવજીએ ક્રોધિત થઇને વીરભદ્રને પ્રગટ કર્યા. વીરભદ્રે જઇને દક્ષના યજ્ઞનો વિધ્‍વંસ કર્યો. દેવોની પ્રાર્થનાથી શિવજી યજ્ઞસ્‍થાને પધારે છે અને દક્ષને બકરાનું મસ્‍તક લગાડીને યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવે છે. સતીના દેહમાંથી એકાવન શકિતપીઠ પ્રગટ થાય છે. કપાલી રૂદ્રના આધિભૌતિક સ્‍વરૂપને પાવક કહેવામાં આવે છે.

(૧૧) ભવ

IMULgãG]T5FNFaH ££FTLT HGFzIDŸ P

J[NFgTS'T;ßJFZ EJ T XZ6 EH[ PP

‘યોગીન્‍દ્ર જેમના ચરણ કમલોની વંદના કરે છે, જેઓ દ્વન્‍દ્વોથી અતીત તથા ભકતોના આશ્રય છે અને જેમનામાંથી વેદાંતનો પ્રાદુર્ભાવ થયો છે, હું તે ભવનું શરણ ગ્રહણ કરૂં છું.'

ભગવાન રૂદ્રના અગિયારમાં રૂદ્રનું નામ ‘ભવ' છે.

આ સ્‍વરૂપે ભવ સંપૂર્ણ સૃષ્‍ટિમાં વ્‍યાપ્‍ત છે. તેઓ જ જગતગુરૂના રૂપમાં યોગ અને વેદાંતનો ઉપદેશ આપીને આત્‍મકલ્‍યાણનો માર્ગ પ્રશસ્‍ત કરે છે. ભગવાન રૂદ્રનું આ અગિયારમું સ્‍વરૂપ ‘ભવ' જગદ્‌ગુરૂના રૂપમાં વંદનીય છે. પ્રત્‍યેક યુગમાં ભગવાન ભવરૂદ્ર યોગાચાર્યના રૂપમાં અવતીર્ણ થઇને શિષ્‍યોને યોગમાર્ગનો ઉપદેશ આપે છે.

ભવરૂદ્ર જ સર્વ પશુપતિ - ઉપાસના અને પશુપતિ સંહિતાઓના પ્રવર્તક છે, આમ ભવરૂદ્ર જ યોગશાષાના પ્રવર્તક છે. યોગશાષાના પ્રધાનગ્રંથો તેમના મુખથી જ કહેવાય છે.

ભગવાન ભવરૂદ્ર પાંચ કલ્‍પોમાં પાંચ સ્‍વરૂપ ધારણ કરે છે. આ પાંચ સ્‍વરૂપ છે -સદ્યોજાત, વામદેવ, તત્‍પુરૂષ, અઘોર અને ઇશાન. આ પાંચ સ્‍વરૂપે અવતાર ધારણ કરીને ભવરૂદ્ર બ્રહ્માજી અને ચાર શિષ્‍યોને આદિ ગુરૂરૂપે યોગશાષાનો ઉપદેશ આપે છે.

રૂદ્રનું આ સ્‍વરૂપ ‘ભવ' ગુરૂ સ્‍વરૂપ છે અને ગુરૂ સ્‍વરૂપે પ્રત્‍યેક કલ્‍પમાં જ્ઞાનનો ઉપદેશ આપે છે. ભવરૂદ્રના આધિભૌતિક સ્‍વરૂપને ‘શુચિ' કહેવામાં આવે છે.

સમાપન : ભગવાન શિવ તો અનંત છે અને અનંત સ્‍વરૂપી છે. તેમના સ્‍વરૂપનો કોણ પાર પામી શકે ? અહીં તો આ અનંત શિવજીના થોડા સ્‍વરૂપોનું શાષાાનુસાર કથન થયું છે.

આ કથન સ્‍વલ્‍પ છે. તેઓ આવા અને આટલા જ છે, તેમ ન જ કહી શકાય. તેઓ તો અનંત છે. તેમાંથી અતિ અલ્‍પ આપણે સમજી શકીએ અને તેમાંથી પણ અતિ અલ્‍પનું આપણે કથન કરી શકીએ.           && ૐ નમઃ શિવાય &&

ભાણદેવ

સરસ્‍વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(11:52 am IST)