Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ડીવાઇડરમાં સ્‍કોર્પીઓ ફસાઇ ગઇ અને પોણા બે લાખનો દારૂ મળી આવ્‍યો : વડોદ પાસે કાર મૂકી ચાલક છૂ

વઢવાણ તા. ૩૦ : જોરાવરનગર પો.સ્‍ટે.ના વડોદ ગામના પાટીયા પાસે સઘન વાહન ચેકીંગની કામગીરી દરમ્‍યાન એક શંકાસ્‍પદ સ્‍કોપીયો ગાડી રજી. ન જી.જે.૦૩-ડીએન-૧૧૧૬ વાળી નીકળતા સદરહું ગાડીને ઇશારો કરી રોકવાનો પ્રયત્‍ન કરતા સ્‍કોપીયો ગાડી રોકાયેલ નહી અને પુરઝડપે હકાવી હતી જે સ્‍કોપીયો ગાડીની પાછળ પીછો કરતા સદરહું સ્‍કોપીયો ગાડી રાજકોટ હાઇવે તરફ એકાદ કીમી હાઇવે રોડ ઉપર ડીવાઇડર વચ્‍ચે આવી જતા સદરહું સ્‍કોપીયો ગાડીના ચાલક પોતાની ગાડી મુકી અંધારાનો લાભ લઈ નાશી ગયેલ ડીવાઇડર વચ્‍ચે ફસાયેલી સ્‍કોપીયો ગાડીમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ- ૩૬૦ કી.રૂા.૧,૪૭,૫૦૦ તથા બીયર ટીન નંગ-૨૪૦ કી.રૂા.૨૪,૦૦૦ મળી કુલ પ્રોહી મુદામાલ કી.રૂા.૧,૭૧,૫૦૦ તથા સ્‍કોપીયો ગાડી કી.રૂા.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૩,૭૧,૫૦૦ના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા.

ગુનો કરેલ હોય સ્‍કોપીયો ગાડીનો ચાલક તથા તપાસમાં ખુલે તે તમામ ઇસમો સામે પ્રોહી ધારા મુજબ જોરાવરનગર પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ત્રિવેદી, પો.સબ ઇન્‍સ. વી.આર. જાડેજા, પો.હેડ કોન્‍સ. હિતેશભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા ચમનભાઇ જશરાજભાઇ એ રીતેની ટીમ દ્વારા વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે.

(12:43 pm IST)