Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ઉપલેટામાં રમતી બાળકી ઉપર લોખંડનો દરવાજો પડતા મોત

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૩૦ : હાઇવે રોડ ઉપર મુરખડાના પાટીયા પાસે ગઇ કાલે કારખાનામાં મજુરી કામ કરતા દંપતીની બે વર્ષની બાળકીનું મોત થયેલ છે. ન્‍યુ. ઉમા પ્રોડકટ નામનું કારખાનામાં મજુરી કામ કરતા આદિવાસી  અભુરાભાઇ અમરાની પુત્રી અનુ કારખાનાના ડેલા પાસે રમતી ત્‍યારે ગરેડી વાળો ડેલો ઉપર પડતા માથામાં ગંભીર ઇજા થતા મોત થયેલ છે.  ડેલાની બાજુમાં માતા-પિતા મજુરી કામ કરતા ત્‍યારે અકસ્‍માત બનતા માતા-પિતાની નજર સામે બાળકીનું મોત થયેલ છે.  તપાસ પોલીસ જમાદાર એચ.ડી.બ્‍લોચએ હાથ ધરેલ છે.

(11:06 am IST)