Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મોટી પાનેલીમાં સરસ્‍વતી ધામ શાળામાં સંસ્‍કળત શ્‍લોક પઠન સ્‍પર્ધાથી ગણતંત્ર દિનની ઉજવણી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી તા.૩૦ : ઉપલેટા તલુકાના મોટી પાનેલી ગામમાં આવેલી શ્રી સરસ્‍વતી ધામ શાળામાં ચીમોતેરમાં ગણતંત્ર દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી પાનેલી તેમજ આજુબાજુના ગામોના તમામ બાળકો માટે સાંસ્‍કળતિક સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભારત દેશની મહાન અને મુખ્‍ય ભાષા સંસ્‍કળતના શ્‍લોક પઠન સ્‍પર્ધામાં નાના બાળકોએ હોસ પૂર્વક ભાગ લઈને સંસ્‍કૃત શ્‍લોકોનું પઠન કર્યું હતું.

 બાળકોને સંસ્‍કળત શ્‍લોક બોલતા સાંભળવા એ આજના સમયે વૈવિધ્‍ય સમાન છે અને હકીકત જોઈએ તો આજના સમયની માંગ પણ છે કે બાળકો આપની સંસ્‍કૃતિને ઉજાગર કરી ફરીથી દેશને ગૌરવપથ તરફ લઇ જાય શાળાનો આ સુંદર પ્રયાસ સરાહનીય છે. સાથેજ યોગાસન સ્‍પર્ધા, સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા, દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા, વેશભુષા સ્‍પર્ધા, વક્‍તળત્‍વ સ્‍પર્ધા નુ આયોજન કરવામાં આવેલ જેમાં ઉત્‍સાહ પૂર્વક  બાળકોએ ભાગ લીધો હતો. દરેક સ્‍પર્ધામાં ત્રીસથી પાંત્રીસ જેટલાં બાળકોએ ભાગ લઇ પોતાનું કૌશલ્‍ય દેખાડ્‍યું હતું. વેશભૂષા સ્‍પર્ધામા કે.જી.ના બાળકોએ વીર ક્રાંતિકારીઓના ડ્રેશ પહેરી બુલંદ નારા લગાવ્‍યા હતા જેમાં જાંસી ની રાણી, ભગતસિંહ, સરદાર પટેલ, સુભાસચન્‍દ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભારતમાતા વગેરે પોઝ માં બાળકોએ સુંદર પ્રદર્શન કર્યું હતું, શ્રી સરસ્‍વતી ધામ શાળા દ્વારા બાળકોના કૌશલ્‍યને નિખાર આપવાનો આ સુંદર પ્રયાસ હતો. જેમાં આટલી મોટી સંખ્‍યામાં બાળકોએ ભાગ લઈને કાર્યક્રમને ઉમદા બનાવ્‍યો હતો. સ્‍પર્ધામાં ભાગ લેનાર  તમામ બાળકોને આકર્ષક ઇનામો સાથે પ્રમાણપત્ર આપવામાં આવેલ. બાળકોને ગામના આગેવાન  એચ.પી. ફળદુ, ઉપસરપંચ જતીનભાઈ ભાલોડીયા, મુસ્‍લિમ સમાજ પ્રમુખ ઇશાકભાઈ સોરા, બાબુભાઇ ડેરીવાળા, કમલેશભાઈ ગણાત્રા, એડવોકેટ ધવલભાઈ ચંદારાણા વગેરે તરફથી પ્રોત્‍સાહિત ઇનામ વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષિકા બહેનો તળપ્તિબેન, દિપ્તીબેન, પારૂલબેન, આર્મીબેન, એકતાબેન, રોશનીબેન, આરતીબેન, વિજયાબેન, જાડેજાભાઇ, માનસીબેન વગેરે બહેનોએ જહેમત લઈને સફળ બનાવેલ તમામનો શાળા સંચાલક એ આભાર વ્‍યક્‍ત કરતા બાળકોને અભિનંદન પાઠવ્‍યા હતા

(10:50 am IST)