Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જૂનાગઢ ડો. હરિભાઇ ગોધાણી એજ્‍યુકેશન કેમ્‍પસની મુલાકાતે રાજ્‍યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ

 જૂનાગઢ :  જોષીપરા  સ્‍થિત ડો.હરિભાઈ ગોધાણી એજ્‍યુકેશન કેમ્‍પસ ખાતે ગુજરાત સરકારના કેબેનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ  શુભેચ્‍છા મુલાકાતે પધારેલ.આ તકે સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ચેરમેન મેનેજિંગ ટ્રસ્‍ટી જે.કે. ઠેસિયા સાહેબ તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ ચુનીભાઇ રાખોલીયા, નીતિશભાઈ ભુવા ,કડવાભાઈ રામાણી, અરવિંદભાઈ પાઘડાર પુષ્‍પગુચ્‍છ, મોમેન્‍ટો અને શાલ ઓઢાળી સન્‍માન કરેલ આ તકે કેબિનેટ મંત્રીએ તેમના વક્‍તવ્‍યમાં મહિલા શિક્ષણ અને સરકારના શૈક્ષણિક અભિગમની ચર્ચા કરેલ આ તકે જૂનાગઢ શહેરના વિવિધ સંસ્‍થા મંડળો જેવા કે સરદાર પટેલ કર્મચારી મંડળ,બામણગામ લેઉવા પટેલ સમાજ બામણગામ અને જુનાગઢ ડાયમંડ એસોસિએશન ના હોદ્દેદરો દ્વારા  મંત્રીને શાલ , પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટો આપી સન્‍માન કર્યું હતું. આ કાયક્રમમાં વહીવટી અધિકારી ગજેરા, શિક્ષણ નિયામક પોલરા તેમજ વિભાગીય વડાઓ હાજર રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:50 am IST)