Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જૂનાગઢમાં સંસ્‍કાર ભારતી દ્વારા ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો

 જૂનાગઢ : કલા અને સાહિત્‍યની રાષ્‍ટ્રીય સંસ્‍થા સંસ્‍કાર ભારતી જૂનાગઢ દ્વારા પરંપરા અનુસાર ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાવ પૂર્વક ભારતમાતા પૂજન-અર્ચન બાદ સંસ્‍કાર ભારતીનાં કલાકારો દર્પિત દવે,અવધ પટેલ, ધ્‍વનિત ત્રિવેદી, પાર્થ હિંડોચા, દિવ્‍ય રૂપારેલ, યુવરાજ કટારીયા,હાર્દિક ભૂવા, મુમુક્ષ રાણા, મરમજ્ઞા ખારોડ, પારૂલ પટેલ, લબ્‍ધિ ભટ્ટ, નિષ્ઠા નરસના, ધારા બુદ્ધ, કિંજલ જોશી  દ્વારા સમૂહ ગાન કરી રાગ બસંત બહાર માં કવિ શ્રી નિરાલાની પ્રસિદ્ધ રચના વરદે વરદે વીણા વાદીની, પ્રિય સ્‍વતંત્ર રવ અમળત મંત્ર નવ ભારત મે ભરદેનું ભાવ સભર ગાન થયું, બીજા ચરણ માં કલાકારો દ્વારા વ્‍યક્‍તિગત પ્રસ્‍તુતીમાં રાષ્‍ટ્ર ભક્‍તિ ગીત, ભક્‍તિ ગીત, લોક ગીતની વિવિધ સુંદર પ્રસ્‍તુતિ થી શ્રોતા ગણ આનંદિત થયા, કાર્યક્રમમાં તબલા સંગત આદિત્‍ય ત્રિવેદી અને તનય પુરોહિત દ્વારા સુંદર રીત થયેલ, કાર્યક્રમ માં સંઘના અધિકારી અને સંસ્‍કાર ભારતી જૂનાગઢ વિભાગના વાલીમા  જતીનભાઈ નાણાવટી ઉપસ્‍થિત રહેલ હતા. કાર્યક્રમનેનું સંકલન સંગીત ગુરૂ શ્રી વિપુલભાઈ ત્રિવેદી દ્વારા થયેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સપ્તક સંગીત વિદ્યાલયનાં તાલીમાર્થી ભાઈઓ બહેનો દ્વારા જેહમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(12:43 pm IST)