Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જેસીઆઇ જુનાગઢ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી

 જૂનાગઢ :  ૭૪ માં પ્રજાસત્તાક દિવસ નિમિતે જ્‍યારે આખો ભારત દેશ દેશ ભક્‍તિના રંગે રંગાયેલો છે ત્‍યારે જેસીઆઈ દ્વારા પણ ગણતંત્ર દિવસની ઉત્‍સાહપૂર્વકની ઉજવણી - તેજસ -ાયમરી સ્‍કૂલ, ગાંધીગ્રામ, ખાતે કરવામાં આવી હતી. જેમાં સ્‍કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્‍તિના ગીત ઉપર નળત્‍ય તથા વકતળત્‍વ સ્‍પર્ધા ઉપર સુંદર કળતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે બાળકો માટે જેસીઆઈ જુનાગઢ તથા શાળા સંચાલકો દ્વારા બાળકોને નાસ્‍તાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ  પ્રાયમરી સ્‍કૂલના પ્રિન્‍સિપાલ  રૂપલબેન વેગડ તથા સ્‍કૂલના સંચાલક  તેજસભાઈ વેગડ તથા કેતનભાઇ વેગડ તેમજ જેસીઆઈના ડાયરેક્‍ટર જય કિશોરભાઈ ચોટલીયાના માર્ગદર્શન મુજબ પ્રમુખ  પાર્થ પરમાર, સેક્રેટરી  ચિરાગ કડેચા, ઝોન ડાયરેક્‍ટર જેસી ચેતન સાવલિયા,  રાજેશ પુરોહિત દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્‍યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(10:48 am IST)