Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ટંકારાની છત્તર શાળામાં ૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ‘દીકરીની સલામ દેશને નામ' કાર્યક્રમ યોજાયો

 ટંકારા : શ્રી છતર પ્રાથમિક શાળામાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ‘‘દીકરીની સલામ દેશને નામ'' કાર્યક્રમ યોજાઈ ગયો.જેમાં ગામમાં ઉચ્‍ચ અભ્‍યાસ  કરી રહેલ  અને આ શાળામાં જ અભ્‍યાસ કરેલ દીકરી ભાવિશાબેન  પ્રવીણભાઈ સારેસાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. જેમના હસ્‍તે ધ્‍વજવંદન થયું તે ભાવિષાબેનને ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણીના હસ્‍તે સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તળતીય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને આર્ય વિદ્યાલય દ્વારા સ્‍વ. મેહુલભાઈ કોરીંગાના સ્‍મરણાર્થી શિલ્‍ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.તથા દાતા   અરવિંદભાઈ સારેસા ,  ભાવેશભાઈ સોજીત્રા, કલ્‍પેશભાઈ ખોયાણી દ્વારા પ્રોત્‍સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્‍યા હતા, ગ્રામ પંચાયતના સભ્‍યો દ્વારા શાળા માટે T. V. ભેટમાં આપવાની જાહેરાત કરવામાં આવેલ સાથે સાથે દેશભક્‍તિનો  સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાયેલ.રાખવામાં આવેલ જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકોએ ભાગ લીધેલ ,ધોરણ ૧ થી ૮ ના બાળકોને તેમના  વર્ગ શિક્ષક દ્વારા દેશભક્‍તિ ગીત, બાળગીત, દેશભક્‍તિ પીરોડી ડાન્‍સ, પિરામિડ જેવી સુંદર મજાની કળતિ રજુ કરાયેલ..સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ -૮ ના વિદ્યાર્થી સારેસા મિતેશ તથા શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું.  (તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા,ટંકારા)

(10:48 am IST)