Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વડિયા તાલુકા કક્ષાના ૭૪માં પ્રજાસતાક પર્વની બાટવા દેવળી ગામે ઉજવણી કરાઇ

  વડિયા : અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા વડિયા કુંકાવાવ નો પ્રજાસતાક પર્વ છેવાડા ના ગામ એવા બાટવા દેવળીમાં યોજાયો હતો. જેમા મામલતદાર મેહતા દ્વારા ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યુ હતુ.આ ૭૪માં પ્રજાસતાક પર્વની ઉજવણી  સરકારની ગ્રામ અસ્‍મિતા કાર્યક્રમ નીચે તાલુકાના શ્રેષ્‍ઠ સરપંચ તરીકેની વિકાસ લક્ષી કામગીરીને બિરદાવી તાલુકાના જંગરના સરપંચને ૨૫૦૦૦/-નો ચેક આપી સન્‍માનિત કરાયા હતા. તો તાલુકાના પાંચ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકો ને તેમની કામગીરી ની નોંધ લઈ બિરદાવવામાં આવ્‍યા હતા. આ ઉજવણી માં બાટવાદેવળી પ્રાથમિક શાળાના બાળકોએ રંગરંગ સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજીને દેશભક્‍તિના રંગમાં લોકોનેરંગી મંત્રમુગ્‍ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં મામલતદાર મહેતા, તાલુકા વિકાસ અધિકારી લીંબાસીયા, પીએસઆઇ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ   પૂર્વીબેન સોરઠીયા, કારોબારી ચેરમેન પ્રાગજી વસાણી,બાટવા દેવળીના સરપંચ સહીત તાલુકા ભરમાંથી સરકારી કર્મચારીઓ, પોલીસ સ્‍ટાફ, ગામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા, વડીયા)

(10:48 am IST)