Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ તેમજ મોરબી પત્રકાર એસો.ની ટીમનું માર્કેટ યાર્ડમાં કરાયું સન્માન

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં મોરબી માર્કેટ યાર્ડ એસોસિએશન કે જેમાં માર્કેટ યાર્ડના વેપારીઓ તથા કમિશન એજન્ટ જોડાયેલા છે તેમના દ્વારા મોરબી જિલ્લાના ધારાસભ્ય તેમજ મોરબી પત્રકાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી માળિયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ તેમજ મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, ખજાનચી પંકજભાઈ સનારીયા અને સભ્યો સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, અતુલભાઇ જોશી, સુરેશભાઈ ગોસ્વામી, અલ્પેશભાઈ ગોસ્વામી, ભાસ્કરભાઈ જોશી, ઋષિભાઈ મહેતા તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા કે માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ સહિતના તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ મોરબી માર્કેટ યાર્ડની અંદર ઘટતી સુવિધાઓને વહેલી તકે પૂરી કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી અને યાર્ડની જમીન માટે કરેલ સંઘર્ષની વાતોને તાજી કરી હતી ત્યાર બાદ ભવાનભાઇ ભાગીયા અને મગનભાઇ વડાવીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

અંતમાં મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટે પત્રકારોની કામગીરીને ધ્યાને લઈને સન્માન કરવા બદલ મોરબી માર્કેટ યાર્ડ એસો.નો આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી જિલ્લામાં કુલ મળીને ત્રણ માર્કેટ યાર્ડ આવેલા છે જોકે સારી બાબતે છે કે છેલ્લા દોઢ દાયકામાં મોરબી માર્કેટ યાર્ડના કોઈપણ નબળા સમાચાર લખવા પડે તેવી ઘટના બનેલ નથી અને આગામી સમયમાં પણ ખેડૂતોને માર્કેટયાર્ડમાંથી તેઓની જણસના સંતોષકારક ભાવ મળે તેવી કાળજી વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા રાખવામાં આવશે તો સો ટકા આ માર્કેટયાર્ડ ન માત્ર મોરબી જિલ્લા પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે નમુના દર માર્કેટયાર્ડ બની રહેશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી માર્કેટ યાર્ડ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત બરાસરા, ઉપપ્રમુખ જગદીશભાઈ સિણોજીયા તેમજ સુરેશભાઈ કાવર, સંજયભાઈ પોપટ, રાજેશભાઈ દેત્રોજા, સંજયભાઈ પાડલીયા, દિપકભાઈ કક્કડ સહિતના વેપારી મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

(10:06 am IST)