Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સાહેબ આ ક્યારે અટકશે, જુનિયર કલાર્કનું પેપર ફૂટતા પરીક્ષા રદ : ઉમેદવારોમાં રોષ.

મોરબી : જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાના અહેવાલ મળતા જ વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સરકાર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી તો મોરબી જીલ્લામાં પણ ૧૧૫૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા માટે પહોચ્યા પણ સેન્ટર પણ પહોચે ત્યારે પેપર રદ થયાની જાણ થઇ

સરકાર દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલાલમાં ૧૧૫૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પણ પેપર ફૂટતા ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે મોરબી જીલ્લાના તમામ સેન્ટરો પણ ઉમેદવારો પહોચ્યા બાદ જાણ થઇ હતી કે પરીક્ષા રદ કરવામાં આવી છે પરંતુવારંવાર પેપર ફૂટવાના બનાવને પગલે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે તો પેપર લીક થયાની જાણ થતા જ ઉમેદવારોનો એસટી ડેપોમાં ધસારો જોવા મળ્યો હતો પરંતુ   એસટી ડેપોને ઉમેદવારોને ની શુલક મુસાફરી માટેનો પરિપત્ર ના મળ્યો હોવાથી ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને બસને થોડા સમય માટે અટકાવી દીધી હતી તો ધટનાની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો

ઉમેદવારો જણાવે છે કે અનેકવાર પેપર ફૂટવાના બનાવો સામે આવ્યા છે છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી રાત્રીના જામનગર જીલ્લાના જુદા જુદા ગામમાંથી મોરબી આવવા માટે નીકળા હતા પણ સવાર મોરબી પહોચતા પેપર રદ થયાના સમાચાર મળ્યા આમાં ઉમેદવારો કરે તો કરે શું ?

(10:04 am IST)