Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સેનાના જવાન સહદેવસિંહની સુબેદાર મેજરના પદ પર નિયુક્તિ.

ભારતીય સેનાના જવાન, રવાપર ગામના સહદેવસિંહ ઝાલાની તાજેતરમાં ગણતંત્ર દિન નિમિતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજુર કરેલ સુબેદાર મેજરના પદ પર નિયુક્તિ તથા ઝાલા પરિવારમાં હર્ષની હેલી છવાઈ છે.

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અંસુઅર મોરબી તાલુકાના રવાપર (નદી)ગામના સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ 1994માં 16 વર્ષ તરુણાવસ્થામાં ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે જોડાઈને પોતાની કારકિર્દી શરુ કરી હતી. તથા ઉત્તરોત્તર બળતી મેળવીને 2015માં જુનિયર કમિશનર ઓફિસર તરીકેનું પદ પ્રાપ્ત થયેલ હતું અને 2022માં સુબેદાર તરીકે માનભર્યું પ્રમોશન મેળવીને 28 વર્ષ સેનામાં યશસ્વી ફરજો બજાવીને તાજેતરમાં સેવા નિવૃત્ત થયેલા છે.

 

પોતાની ફરજનિષ્ઠાબદલ સહદેવસિંહ ઝાલાને 26 જાન્યુઆરી 2023ને ગણતંત્ર દિન નિમિતે ભારતના રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ આર્મી હેડ ક્વાર્ટર ન્યુ દિલ્હી દ્વારા તેમને સન્માનનીય સુબેદાર મેજરના પદ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેની જાણ ઝાલા પરિવારને થતા ખુશીનું મોજું ફરી વળ્યું હતું.  સહદેવસિંહને સન્માનનીય હોદ્દો મળતા તેઓએ ઝાલા પરિવાર અને રાજપૂત સમાજનું ગૌરવ વધારે છે. હાલ સહદેવસિંહ ઝાલા (મોબાઈલ નંબર 88757 11843) ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તે બદલ સહદેવસિંહએ સર્વનો આભાર વ્યક્ત કર્યો છે.

(11:40 pm IST)