Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

જામનગર જિલ્લા જેલમાં તબીયત બગડતા મહિલાનું મોત

જામનગર, તા.૩૦ : જિલ્લા જેલમાં ફરજ બજાવતા ભરતસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ. ર૯ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે  જિલ્લા જેલમાં રહેલા નજમાબેન ઉર્ફે નાજીરાબેન જુસબભાઈ સમા ઉ.વ. ૪૦ વાળા માનસિક બીમાર હોય તેઓની તબીયત વધુ બગડતા બેભાન થઈ જતાં સારવાર બાદ જી.જી.હોસ્‍પિટલમાં તેમનું મૃત્‍યુ નિપજેલ છે.

સિકકામાં દારૂની હેરફેર કરતા બે શખ્‍સો ઝડપાયા

સિકકા પોલીસ મથકના એચ.બી. પાંડવએ  પંચવટી સોસાયટી પાસેથી  રાજેન્‍દ્રસિંહ કલુભા વાળા અને લક્ષ્મણ ઉર્ફે લખો નારણભાઈ સિંઘવને ગેરકાયદે દારૂની હેરફેર કરતા રૂા. ૧૦૦૦ ની કિંમતની બે બોટલ ઇગ્‍લીશ દારૂ સાથે ઝડપી પાડયા હતા.

સિકકામાં ૪ બોટલ દારૂ સાથે ઝડપાયો

સિકકા પોલીસ મથકના એમ.પી. સોઢાએ કારાભુંગા આંબેડકર ચોકમાં રહેતો  મનોજ રણછોડભાઈ અલગોતરના રહેણાંક મકાનેથી ઇગલીશ દારૂની ૪ બોટલો કિંમત રૂા. ર હજાર સાથે ઝડપી પાડયો હતો આ માલ તેમણે લક્ષ્મણ ઉર્ફે લખો નારણભાઈ સિંઘવ પાસેથી ખરીદી ગેરકાયદે દારૂની હેરફેર કરી ગુન્‍હો કરેલ છે.

દરેડમાં જુગટુ રમતા ૭  ઝડપાયા : બે ફરાર

પંચ કોષી બી ડિવિઝનના કે.જી.જાડેજાએ તા. ર૯ ના રોજ દરેડ ગામે આવેલ ગોદળીયા વાસમાં જાહેરમાં જુગાર રમી રહેલ દિનેશ જેઠાભાઈ ગોહીલ, ખોળાભાઈ મુરૂભાઈ બગડા, મુરાદ ઉર્ફે બબુ ઈસ્‍માઈલ ખફી, ઈકબાલ ઉર્ફે ભુરો સુમાભાઈ મથુપોત્રા, જીતુ ઉર્ફે લબાકું બાબુભાઈ ઢાપા, અલ્‍પેશ હરીશભાઈ ચિતાળા, હુશેન ઈકબાલ ખફીને રેઈડ દરમ્‍યાન રોકડ રૂા. ૧૯૬૦૦ સાથે ઝડપી પાડયા હતા જયારે હબીબ ભટી, મહેશ કોળી નાશી ગયા હતા.

(12:54 pm IST)