Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

પોરબંદર આર્ય સમાજ દ્વારા પુસ્તક વિતરણ

પોરબંદર : રાજસ્થાન જાલોલના વૈદિક એવમ આધુનિક ભૌતિક વિજ્ઞાન શોધ સંસ્થાન દ્વારા પ્રકાશિત લેખક આચાર્ય અગ્નિવ્રત નૈષ્ઠિકનું પુસ્તક બોલો! કિધર જાઓગે? પુસ્તક અને જ્ઞાનેશ્વરામ વિદેશ સે ભેજે વિચારોતેજક પત્રો કા સંગ્રહ જો વિદેશ સંદેશ (હિન્દી આવૃતિ)નું આર્યસમાજ દ્વારા વિતરણ કરાયું હતું.  ડો. વી.આર. ગોઢાણીયા સ્કૂલમાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા બી.એઙ કોલેજના પ્રિન્સીપાલ ડો. હિનાબેન ઓડેદરા, આર્યકન્યા ગુરૂકુળ હાઇસ્કૂલના પ્રિ રંજનબેન મજીઠીયા સહિત શહેરની વિવિધ સંસ્થાઓને આ પુસ્તક વિતરણ કરતા આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઇ આર્યએ જણાવ્યું હતું કે વૈદિક વૈજ્ઞાનિક સિધ્ધરસી લેખક, ગહન ચિંતક, પ્રમુખ વકતા આચાર્ય શ્રી અગ્નિવ્રતજી નૈષ્ઠિકનું નામ દેશમાં આદર પુર્વક લેવામાં આવે છે. આર્ય સમાજના વિદ્વાન હરનારાયણ સિંહે જણાવ્યું હતું કે હવે ધર્મગ્રંથનો વૈજ્ઞાનિક અભ્યાસ જરૂરી બન્યો છે. હિન્દુ ધર્મ વૈદિક ધર્મ છે. વદોમાં પ્રકૃતિનો ઉલ્લેખ છે. પુસ્તક યાત્રામાં આર્યસમાજના ઉપપ્રમુખ કાન્તીભાઇ જુંગીવાલા, નાથાલાલ લોઢારી, કસબભાઇ મારડીયા સહિતના આર્યસમાજી જોડાયા હતા. પુસ્તક વિતરણની તસ્વીર.

(11:27 am IST)