Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હળવદ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા પંચાયત દ્વારા ફોગીંગ મશીન અર્પણ કરાયા

જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ના વરદ હસ્તે અર્પણ

હળવદ તાલુકાના વિવિધ છ ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જીલ્લા પંચાયતની સ્વભંડોળ ની ગ્રાન્ટમાંથી ડેન્ગ્યુ જેવી બીમારી સામે અટકાયતી પગલાં લઈ શકે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ફોગીંગ મશીન જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા જેનો સાપકડા અને રણમલપુર થી પ્રારંભ કરાયો હતો

મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગોને અટકાવવા માટે ફોગિંગ મશીન અર્પણ કરવામાં આવ્યા છે જેમાં હળવદ તાલુકામાં આવેલ સાપકડા, રણમલપુર,જુનાદેવળીયા,મયુરનગર,ટીકર અને માથક ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફોગિંગ મશીન અર્પણ કરાયા છે ત્યારે હળવદ તાલુકાના સાપકડા અને રણમલપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ ના હસ્તે ફોગીંગગ મશીન અર્પણ કરી પ્રારંભ કરાયો હતો આ તકે રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે કારોબારી અધ્યક્ષ હેમાંગ ભાઈ રાવલ તાલુકા,પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન ભટ્ટી તેમજ મેડીકલ ઓફિસર અને મેડિકલ ઓફિસર સહિત નવ હાજર રહ્યા હતા

(1:02 am IST)