Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબીના ઝુલતા પુલને ચાલુ રાખવા પ્રયાસ: વહીવટી તંત્રની ઓરેવા ટ્રસ્ટ સાથે બેઠક મળી

જીલ્લા કલેકટરે ઓરેવા ટ્રસ્ટને રીવાઈઝ લેટર બે દિવસમાં જમા કરાવવા જણાવ્યું

મોરબીના ઝુલતા પુલની જવાબદારીની ફેકમફેકની લાંબી ખેંચતાણ અને ઓરેવા ટ્રસ્ટે આપેલી મુદત પૂર્ણ થતા આખરે મોરબીની એતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલ બંધ કરવામાં આવ્યો છે અને ઝૂલતો પુલ બંધ કરી દીધા બાદ હવે ઓરેવા ટ્રસ્ટ સાથે તંત્રએ બેઠક યોજી ઝૂલતો પુલ ચાલુ રહે તેવા પ્રયાસો શરુ કર્યા છે

  મોરબીના ઓરેવા ટ્રસ્ટના પ્રતિનિધીએ જીલ્લા કલેકટર જે બી પટેલ સાથે બેઠક કરી હતી જે બેઠકમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા જે બેઠકમાં ઝુલતા પુલની મરમ્મત માટે ટ્રસ્ટ તૈયાર હોય જોકે ટીકીટના દરોમાં વધારો કરવાની જરૂરિયાત હોય જે રજૂઆત કરી હતી અને ઓરેવા ટ્રસ્ટ જ ઝુલતા પુલનું રીપેરીંગ કરી ઝુલતા પુલની જવાબદારી ચલાવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા

  જીલ્લા કલેકટરે ઓરેવા ટ્રસ્ટને રીવાઈઝ લેટર બે દિવસમાં જમા કરાવવા જણાવ્યું છે અને બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમ વિવાદોને અંતે ફરીથી ઝૂલતો પુલ કાર્યરત કરાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે

(12:48 am IST)