Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દેશના બંધારણે આપેલ અનામતનો બંધારણીય અધિકાર છીનવવા પ્રયાસ: આવેદનપત્ર આપ્યું

સમાજના લોકોને બંધારણીય રીતે ન્યાય મળી રહે તેવી માંગણી

મોરબી : દેશના બંધારણે એસસી, એસટી અને ઓબીસી વર્ગને આપેલ અનામતનો બંધારણીય અધિકાર છીનવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા આવેદન પાઠવ્યુ છે

  મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી ડીપાર્ટમેન્ટ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે દેશના બંધારણે એસસી, એસટી અને ઓબીસી લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપ્યો છે રાજ્યની ભાજપ સરકાર આ સમાજના બંધારણીય અધિકારો છીનવવાનો પ્રયાસ કરી રહી છે

 સરકારી ભરતી પ્રક્રિયામાં સમયાન્તરે નવા પરિપત્રો કરી એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડ્યંત્ર થઇ રહ્યું છે ત્યારે એસસી, એસટી અને ઓબીસી સમાજના હક અધિકાર માટે ગેરબંધારણીય પરિપત્રો રદ કરવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ આ સમાજના લોકોને બંધારણીય રીતે ન્યાય મળી રહે તે માટે માંગ કરે છે

(12:42 am IST)