Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબીમાં આવાસ યોજનામાં મકાનની લાલચ આપી છેતરપીંડી કરનાર શખ્શ પાસેથી ડોક્યુમેન્ટ કબજે કર્યા

ચાર લોકો પાસેથી ૩.૧૫ લાખ ખંખેરી લીધા: અન્ય પાંચ વ્યક્તિનો શિકાર કર્યાનો ખુલાસો

 

મોરબીમાં આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપીને મહિલા સહીત ચાર લોકો સાથે ૩.૧૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી હોય જે ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને આરોપી પાસેથી ડોક્યુમેન્ટ કબજે લીધા છે અને વધુ તપાસ ચલાવી છે

 મળતી વિગતો મુજબ મોરબીના જયશ્રીબેન સંજીવભાઈ ઉપાધ્યાય નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિશાલ ભરત પંચોલીએ આવાસ યોજનામાં મકાનની લાલચ આપી ખોટા સહી સિક્કા વાળી પહોંચ આપી ફરિયાદી પાસેથી ૮૫,૦૦૦ અને અન્ય ત્રણ સહીત કુલ ૩.૧૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી છે જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે આરોપી વિશાલ ભરત પંચોલી (રહે અશોક પાર્ક, નવલખી રોડ મોરબી)ને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે તેમજ આરોપીની ઓમ શોપિંગ સેન્ટરમાં આવેલ સુલેશ્વરી સિક્યોરીટી ઓફીસમાંથી મોરબી નગરપાલિકા, મુખ્યમંત્રી યોજના, પ્રધાનમંત્રી યોજના અને આરટીઓ મોરબી, એસ એમ સી સુરત જેવા અલગ અલગ સ્ટેમ્પ સિક્કા, રાઉન્ડ સ્ટેમ્પ-સિક્કા, સરકારી પત્રવ્યવહારમાં કવર પર લગાડવામાં આવતું OIGS લખેલ સ્ટેમ્પ અને ભોગ બનનાર લોકોના નામની ચિઠીઓ લગાડેલી મકાનનંબર વાળી મકાન ફાળવણી કરેલ ચાવીઓ અને આવાસ યોજનાના નામે બનાવેલા ભોગ બનનાર લાભાર્થીઓએ રૂપિયા ભર્યા અંગેની પહોંચ આપ્યાનું રજીસ્ટર, ભોગ બનનારના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલો, નાણા ભર્યા અંગેની પહોંચની નકલો સહિતના ડોક્યુમેન્ટ કબજે લીધેલ છે

મોરબીનો ઇસમ લોકોને મકાનની લાલચ આપી રૂપિયા ખંખેરતો હોય જેમાં ફરિયાદ પ્રમાણે મહિલા સહીત કુલ ચાર લોકો સાથે ૩.૧૫ લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે તો આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા વધુ પાંચ લોકોને આ શખ્શે પોતાના શિકાર બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે અને આરોપીએ કુલ નવ લોકો પાસેથી ૬ લાખથી વધુની રકમ પડાવી હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે

(12:37 am IST)