Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબીમાં સીએએ કાયદાના વિરોધમાં કલેકટર કચેરીએ ધરણા: દલિત-મુસ્લિમ એકતા સમિતિએ આવેદન આપ્યું

સંવિધાનના મુલ્યોની વિરુદ્ધ છે કાળા કાયદાથી દેશની અખંડીતતા જોખમાય તેમ છે

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા સીએએ કાયદો લાગુ કર્યા બાદ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં મોરબીમાં મુસ્લિમ-દલિત એકતા સમિતિ દ્વારા કલેકટર કચેરીએ ધરણા કરી આવેદન પાઠવ્યું હતું

   મુસ્લિમ-દલિત એકતા સમિતિ મોરબી દ્વારા આજે જીલ્લા કલેકટર કચેરીએ ધરણા કરી સીએએનો વિરોધ નોંધાવ્યો હતો તે ઉપરાંત જીલ્લા કલેકટર મારફત રાજ્યના રાજ્યપાલને આવેદન પાઠવી જણાવ્યું હતું કે સીએએ કાયદો આપણા ભારતના સંવિધાનના મૂલ્યોનું ઉલ્લંઘન કરનાર છે જેથી સીએએને દુર કરવા અને એનઆરસી જે ભવિષ્યમાં સરકાર લાગુ કરવા ઈચ્છે છે તે લાગુ ના થાય તે અંગે ઉપરાંત ઈવીએમથી મતદાન પદ્ધતિ રદ કરી જૂની પદ્ધતિ મુજબ મતદાન થાય તેવી માંગ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો કાળો કાયદો પાસ કરવામાં આવ્યો છે જે સંવિધાનના મુલ્યોની વિરુદ્ધ છે કાળા કાયદાથી દેશની અખંડીતતા જોખમાય તેમ છે અને નાગરિકોના અધિકારોનું હનન થાય તેમ છે

  હાલ દેશભરમાં અને વિદેશમાં પણ કાળા કાયદા સીએએનો વિરોધ થઇ રહ્યો છે સરકાર જે એનઆરસી લાગુ કરવાની છે તેનો પણ વિરોધ થઇ રહ્યો છે દેશના ગૌરવપૂર્ણ સંવિધાનના નૈતિક મુલ્યોના જતન માટે સીએએના કાળા કાયદાને દુર કરવા અને ભવિષ્યમાં જે એનપીઆર માટે જે માહિ

(12:30 am IST)