Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબી જીલ્લાના ચાર તાલુકામાં પાંચ એમ્બ્યુલન્સની ફાળવણી

જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં જીલ્લા કલેકટરના હસ્તે એમ્બ્યુલન્સ ફાળવાઈ

 

મોરબી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત મોરબી હેઠળના જુદા જુદા આરોગ્ય કેન્દ્રમાં સરકારની યોજના અંતર્ગત એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિતે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હળવદ તાલુકાના ટીકર (રણ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મોરબીના લાલપર પ્રા. આરોગ્ય કેન્દ્ર, આમરણ અગરિયા વિસ્તાર મોબાઈલ હેલ્થ યુનિટ અને માળિયા અગરિયા વિસ્તાર મોબાઈલ હેલ્થ યુનિટ એમ પાંચ એમ્યુબ્લંસ ફાળવવામાં આવી છે સરકારની વિવિધ યોજના અંતર્ગત કુલ ૬૭.૭૫ લાખના ખર્ચે જીલ્લામાં પાંચ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં જીલ્લા કલેકટરના હસ્તે એમ્બ્યુલન્સ ફાળવાઈ છે

(12:20 am IST)