Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ધોરાજીમાં જગતગુરૂ રામાનંદી આચાર્યજીની જન્મજયંતી મહોત્સવ હર્ષભેર ઉજવાયો

વડીલ વંદના મહોત્સવઃ વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન

ધોરાજી, તા.૩૦: ધોરાજી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ શ્રી રામાનંદચાર્યજીની ૭૧૯મીજન્મ જયંતી મહોત્સવ ધોરાજીમાં ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો જેમાં વડીલ વંદના જ્ઞાતિ રત્ન એવોર્ડ સાથે તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ યોજાયો હતો.

ધોરાજી રામાનંદી સાધુ સમાજ દ્વારા બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી ખાતે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી ની ૭૧૯ મી જન્મ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવા માં આવેલ હતો.

જગતગુરુ રામાનંદચાર્યજીને ૭૧૯ જન્મ જયંતી પ્રસંગે સમારંભના અધ્યક્ષ સ્થાને ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ રસિકભાઈ ચાવડા અખિલ ભારતીય વિશ્વકર્માના રાષ્ટ્રીય અગ્રણી અને જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ પંકજભાઈ કુબાવત, યુવા અગ્રણી ભરતભાઈ બગડા, ભરતભાઈ દેવમોરારી, કેતનભાઇ ડોકટર બાવનીયા, દેવમોરારી જનકભાઈ અગ્રાવત કનુભાઈ ભાવાનંદી રમણીકભાઈ અગ્રાવત દિવ્યેશભાઈ અગ્રાવત જયેશભાઈ અગ્રાવત વિનુભાઈ અગ્રાવત જનાર્દનભાઇ લશ્કરી વિગેરે નમસ્તે પૂજન અર્ચન સાથે દીપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મૂકવામાં આવેલો હતો.

સમારોહના અધ્યક્ષ સ્થાનેથી રસિકભાઈ ચાવડાએ જણાવેલ કે જગતગુરૂ રામાનંદચાર્યની જન્મ જયંતી પ્રસંગે મારે આવા નો લાભ મળ્યો અને સમાજ ની એકતા અને તેજસ્વી તારલાઓનું સન્માન એ મારા માટે ગૌરવની વાત છે હું સાધુ સમાજના દર્શન કરી ધન્ય થયો છું.

સમારોહના મુખ્ય મહેમાન પદેથી આવેલા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે જગતગુરુ રામાનંદાચાર્યજી ને ૭૧૯ જન્મ જયંતી પ્રસંગે ધોરાજી રામાનંદી સાધુ સમાજ ભેગો થયો છે ત્યારે સમાજની એકતા વધે માટે સૌ કાર્ય કરજો બક્ષીપંચ સમાજને ગુજરાત સરકારનો વધુ લાભ મળે એ માટે સમાજના હોદ્દેદારો પ્રયત્નશીલ રહે અને બેંકોમાં પ્રધાનમંત્રી ની જે વીમા યોજના છે તે માત્ર ૧૨ રૂપિયામાં બે લાખનો વીમો મળે છે તેનો લાભ લેવો જોઈએ.

ધોરાજી રામાનંદી સાધુ સમાજના પ્રમુખ પંકજભાઈ કુબાવત જણાવેલ કે આજે સમગ્ર દેશમાં જગતગુરૂ શ્રી રામાનંદાચાર્યજી ની ૭૧૯ મી જન્મ જયંતી મહોત્સવ રહ્યો છે ત્યારે ધોરાજીમાં વડીલ વંદના ના જ્ઞાતિ રત્ન એવોર્ડ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો આપ સૌને અવસર પ્રાપ્ત થયો છે અને વધુ માં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો લાભ લઈ સમાજની સેવા માટે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સમારોહના દાતાશ્રી કપિલ કુમાર જનકભાઈ કુબાવત પંકજભાઈ કુબાવત દુષ્યંત ભાઈ અગ્રાવત રમણીકભાઈ અગ્રાવત દિલીપભાઈ ગોપાલભાઈ અગ્રાવત કૃષ્ણદાસ ધરમદાસ અગ્રાવત જનકભાઈ અગ્રાવત ભરતભાઈ દેવમોરારી કેતનભાઇ દેવમોરારી મથુરભાઈ જે નિમાવત અમિત કુમાર પંકજભાઈ કુબાવત વિગેરે દાતાશ્રીઓનો સન્માન કરવામાં આવેલ હતું

આ પ્રસંગે નાના નાના ભૂલકાઓએ દેશભકિતનો અને બેટી બચાવો નો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ કુબાવત કરેલું હતું.(૨૩.૨)

 

(11:37 am IST)