Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ગિરનાર પર્વત ઠરી ગયોઃ ૨.૮ ડિગ્રી

સર્વત્ર કડકડતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્તઃ લઘુતમ તાપમાનનો પારો ગગડ્યોઃ અમરેલી ૬.૮, નલીયા ૭.૦, મહુવા ૭.૧, કંડલા એરપોર્ટ-૭.૫, ડીસા-૭.૬, જુનાગઢ-૭.૮, જામનગર-ભાવનગર-ગાંધીનગર-૮.૬, રાજકોટ ૧૦.૦ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા કડકડતી ઠંડીનો માહોલ યથાવત છે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા જ ઠંડીની વધુ અસર વર્તાઇ રહી છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાતી હોવાથી રસ્તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનુ ટાળે છે. કડકડતી ઠંડીથી બચવા માટે વહેલી સવારે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇને ઘરની બહાર નીકળે છે.

આજે ગિરનાર ઉપર સૌથી નીચુ ૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે જયારે નલીયા ૭.૦, રાજકોટ ૧૦.૦, જુનાગઢ ૭.૮, જામનગર ૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જૂનાગઢ

જૂનાગઢ તા.૩૦: જૂનાગઢમાં આજે ૭.૮ ડિગ્રી કાતિલ ઠંડીને લઇને જનજીવન ઠુંઠવાય ગયું હતું. ગિરનાર ખાતે ૨.૮ ડિગ્રી ઠંડી નોંધાતા આ પર્વત બર્ફીલો થઇ ગયો હતો.

ગઇકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી રહયા બાદ આજે એક જ દિવસ બાદ તાપમાન ૪ ડિગ્રી ઘટીને ૭.૮ ડિગ્રી નોંધાતા સમગ્ર જૂનાગઢ શહેર અને સોરઠ વિસ્તાર કાતિલ ઠંડીના સકંજામાં સપડાય ગયો હતો.

ગિરનાર પર્વત ખાતે ૨.૮ ડિગ્રી ઠંડી રહેતા પર્વતીય વિસ્તાર હિમાલય બની ગયો હતો. ગિરનાર જંગલમાં પ્રાણીઓ સહિતના અબોલ જીવ આજની હાડ થીજાવતી ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા રહ્યુ હતુ પવનની પ્રતિ કલાકની ઝડપ આજે ઘટીને ૪ કિમીની રહી હતી. જેનાથી લોકોને બર્ફીલા પવનથી રાહત  મળી હતી.

પરંતુ આજની ૭.૮ ડિગ્રીના પરિણામે સવારે માર્કેટો, રોડ પર સ્વયંભુ કરફયુ જેવું વાતાવરણ જોવા મળ્યુ હતું.

જામનગર

 જામનગરઃ શહેરનુ હવામાન મહતમઃ૨૫.૫, લઘુતમ ૮.૫, ભેજઃ૫૭ ટકા પવનઃ૬.૫ કી.મી. પ્રતિ કલાક રહી હતી.

વિંછીયા

સૌરાષ્ટ્રભરમાં ઠંડીએ થોડા દિવસો થી હીલ સ્ટેશનની યાદ અપાવી દીધી છે. જેની અસર ગામે ગામ દેખાઇ રહી છે. ઠંડી અને સુસવાટા મારતા ઝેરીલા પવનથી લોકો ઠંુઠવાઇ જાય છે!! બીજી બાજુ આવા આઇસ વાતાવરણમાં લગ્નોએય ભરપુર-બહારમાં ખીલ્યા છે! વિંછીયા તાલુકામાં ગામડેથી વિંછીયા કે અન્ય ગામમાં જાડેરી જાન ખુલ્લા ટ્રેકટર કે ખુલ્લી યુટીલીટીમાં વહેલી સવારે જાય ત્યારે જાનૈયાઓએ ઠીંગરાય જાય છે! ઠુંઠવાઇ જાય છે!! અને નાચ-ગાન ને બદલે ધ્રુજતા જોવા મળે છે!! પોષ મહિનાની આકરી ટાઢમાં તમામ જાનૈયા ધાબળા ઓઢીને જાનમાં આવ્યા હોય તેવા દ્રષ્યો જોવા મળી રહયા છે!.(૭.૬)

કયા કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૨.૮ ડિગ્રી

અમદાવાદ

૯.૦ ડિગ્રી

ડીસા

૭.૬ ડિગ્રી

વડોદરા

૯.૦ ડિગ્રી

જુનાગઢ

૭.૮ ડિગ્રી

સુરત

૧૧.૫ ડિગ્રી

જામનગર

૮.૫ ડિગ્રી

રાજકોટ

૧૦.૦ ડિગ્રી

ભાવનગર

૮.૬ ડિગ્રી

પોરબંદર

૯.૭ ડિગ્રી

વેરાવળ

૧૪.૮ ડિગ્રી

દ્વારકા

૧૪.૪ ડિગ્રી

ઓખા

૧૭.૩ ડિગ્રી

ભુજ

૧૧.૦ ડિગ્રી

નલીયા

૭.૦ ડિગ્રી

સુરેન્દ્રનગર

૯.૭ ડિગ્રી

ન્યુ કંડલા

૧૧.૦ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૭.૫ ડિગ્રી

અમરેલી

૬.૮ ડિગ્રી

ગાંધીનગર

૮.૬ ડિગ્રી

મહુવા

૭.૧ ડિગ્રી

દિવ

૧૧.૨ ડિગ્રી

વલસાડ

૯.૬ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૦.૬ ડિગ્રી

(11:24 am IST)