Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ભાવનગરમાં દવાની દુકાનોમાં ક્રાંતિ નામક કાર્યક્રમ-કેમીસ્ટ એશોની સભા યોજાઇ

ભાવનગરના શેઠ બ્રધર્સ દ્વારા ''બેસ્ટ કેમીસ્ટ''ના ૩ એવોર્ડ અપાયા

 ભાવનગર તા.૩૦: ભાવનગર જિલ્લા કેમીસ્ટ એસોની સામાન્ય સભા સાથે દવાની દુકાનોમાં ક્રાંતિ નામક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.

૬૦૦ કેમીસ્ટોથી ભરચક હોલમાં ભાવનગર જિલ્લા કેમીસ્ટ એશોના પ્રમુખ મહેતાએ સૌને આવકાર્યા હતા. તથા મહેમાનોનો પરિચય મંત્રી ભાવેશ વોરાએ આપેલ.

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને કી-નોટ સ્પીકર એવા ડો. મેહુલભાઇ ઠક્કર (નવસારી) દ્વારા કેમીસ્ટોને અપગ્રેડ કરવામાં આવેલ. તેમણે દવાના વ્યવસાયમાં આવી રહેલા પડકારો અને પ્રશ્નોને કઇ રીતે ઝીલવા તે સરળ ભાષામાં માર્ગદર્શન પુરૂ પાડેલ. ભાવનગર સર્કલના ડ્રગ્ઝ ઇન્સ્પેકટર ઠુમ્મરે ટેકનીકલ મુદ્દાઓની જાણકારી આપી. શેઠ બ્રધર્સના ગૌરવ શેઠ દ્વારા ''બેસ્ટ કેમીસ્ટ''ના ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા.

જય મેડીકલ ભાવનગર, પાર્થ મેડીકલ  ભાવનગર અને શ્રી રામકૃણા મેડીકલ શિહોરને અનુક્રમે એવોર્ડ તથા ૫૦૦૦ રૂ. નો ચેક શેઠ બ્રધર્સ દ્વારા આપવામાં આવેલ. ઉપરાંત મધુવન મેડીકલ ગઢડા તથા અંબિકા મેડીકલ ભાવનગરને પ્રોત્સાહિત એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. જયુરી તરીકે શ્રી ઠુમ્મર ડો. હર્ષલ પરીખ, ડો. ઓમ ત્રિવેદી તથા શ્રી મણીયાર ભાઇએ પ્રશંસનીય કામગીરી બજાવેલ.

આ કાર્યક્રમમાં અમોહભાઇ શાહે પ્રોત્સાહિત હાજરી આપેલ. કાર્યક્રમનું સંચાલન જિલ્લા માનદમંત્રી ભીષ્મ વોરાએ એ કરેલ. અંતમાં ગોવિંદભાઇ મોરડીયા (ગારીયાધાર) ને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ જિલ્લા પ્રમુખ શ્રી પ્રદિપભાઇ મહેતા તથા વડિલ અમોહભાઇ શાહના હસ્તે આપીને સન્માનીત કરવામાં આવેલ. આભારવિધિ ખજાનચી જતીન ઘેલાણીએ કરી હતી.

(9:35 am IST)