Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પોરબંદર કીર્તિમંદિરે ગાંધી નિર્વાણ દિને સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇઃ સમયની પરંપરા તૂટી

નીતિનભાઇ પટેલ, બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભાવો હાજર રહ્યાઃ ભજનાવલી રજૂ

ગાંધી નિર્વાણ દિને સર્વધર્મ પ્રાર્થન સભામાં ઉપસ્થિત નીતિનભાઇ પટેલ, બાબુભાઇ બોખિરિયા સહિત મહાનુભાવો તસવીરમાં નજરે પડે છે.

પોરબંદર તા.૩૦: ગાંધીજીની જન્મભૂમિ કીર્તિમંદિરે આજે ગાધી નિર્વાણ દિને સવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહાનુભવો હાજર રહીને પૂ.ગાંધીજીને પુષ્પાંજલી સર્વધર્મ પ્રાર્થના સભામાં પૂ. ગાંધીને પ્રિય ભજનો ભજનાવણી કાર્યક્રમ હેઠળ રજુ થયા હતા. વર્ષોથી ગાંધી નિર્વાણ દિને સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન સાંજે થાય છે ત્યારે પ્રથમ વાર પ્રાર્થના સભા સવારે ૧૦-૩૦ વાગ્યે યોજાતા સમયની પરંપરા તુટી છે જે સામે કચવાટ થયો હતો.

(12:46 pm IST)