Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો

લઘુતમ તાપમાનનો પારો ચારથી પાંચ ડીગ્રી ઉંચે ચડી ગયો

રાજકોટ, તા., ૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. લઘુતમ તાપમાનનો પારો ૪ થી  પ ડીગ્રી ઉંચે ચડી જતા લોકોને માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની અસર થાય છે.

આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૮ ડીગ્રી નોંધાયું હતું. જયારે ગાંધીનગર ૧૦.ર, નલીયા ૧૦.પ, જામનગર ૧૧.પ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

સોરઠનાં તાપમાનમાં વધારો

જુનાગઢઃ સોરઠના તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટીને ૧૩ ડીગ્રી થઇ ગઇ હતી.

ગઇકાલે સવારે લઘુતમ તાપમાન ૧૦.૩ ડીગ્રી રહયું હતું. પરંતુ બપોર બાદ આકાશમાં વાદળા છવાઇ જતા હવામાનમાં પલ્ટો આવ્યો હતો.

હવામાન પલ્ટાતા રાત્રે ઠંડી ઓછી થઇ ગઇ હતી અને આજે સવારે તાપમાનનો પારો ઉપર ચડીને ૧૩ ડીગ્રીએ સ્થિર થતા ૩.૩ ડીગ્રી ઠંડી ઘટી હતી.

ગિરનાર પર્વન પરનું તાપમાન વધીને ૮ ડીગ્રી થતા પ્રવાસીઓએ રાહત અનુભવી છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ર૭.પ મહતમ, ૧૧.પ લઘુતમ, ૬૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૧ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૮.૦ ડીગ્રી

ગાંધીનગર

૧૦.ર ડીગ્રી

નલીયા

૧૦.પ ડીગ્રી

અમદાવાદ

૧૧.૪ ડીગ્રી

જામનગર

૧૧.પ ડીગ્રી

મહુવા

૧ર.પ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૩.૦ ડીગ્રી

જુનાગઢ

૧૩.૦ ડીગ્રી

રાજકોટ

૧૩.૭ ડીગ્રી

ભાવનગર

૧પ.ર ડીગ્રી

(11:44 am IST)