Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ઉનાની શાળા-કોલેજ અને મંદિરે રોમીયાનો ત્રાસઃ કડક પગલાની માગણી

ઉના તા. ૩૦ :.. છેલ્લા ઘણા સમયથી ત્રિકોણ બાગ સામે ગીર ગઢડા રોડ ઉપર રીક્ષા સ્ટેન્ડ પાસેનાં પીકઅપ સ્ટેન્ડ ઉપર શાળા - કોલેજ આવતી બહેન-દિકરીઓ વાહનની રાહ જોઇ ઉભી હોય છે.  ત્યારે રોમીયોની એક ટોળી આવી મશ્કરી ત્થા બિભત્સ બોલી હેરાન - પરેશાન કરે છે. ત્થા શાળા-કોલેજ પાસે ત્થા વિવિધ ધાર્મિક મંદિર પાસે પસાર થતી દેવ-દર્શને જતી મહિલાઓ ને પણ મશ્કરી કરવાના બનાવો વધ્યા છે.

થોડા દિવસો પહેલા ત્રિકોણ બાગ સામે રાવણાવાડી પાસેથી પસાર થતી હતી ૩ બહેનોની યુવકે છેડતી મશ્કરી કરી હતી. લોકોએ રોમીયાને પકડી સરભરા કરી હતી. પોલીસમાં આબરૂ જવાની બીકે ફરીયાદ કરી ન હતી. ઉનાના સ્થાનીક પોલીસ અધિકારી રોમીયોની શાન ઠેકાણે લાવે મહિલાઓ ત્થા શાળાએ જતી બહેન-દિકરીઓને નિર્ભય રીતે રહે તેવા પગલા લેવા લોક માંગણી ઉઠી છે.

તળાવમાંથી માટી કાઢવાનું બંધ કરાય નહી તો આંદોલન

ઉના તાલુકાનાં નાથળ ગામના આગેવાન રામભાઇ સામતભાઇ બાંભણીયા ત્થા ગ્રામજનોએ ઉના પ્રાંત કચેરી એ આવી જીલ્લા કલેકટર વેરાવળને લખેલ આવેદન પત્ર આપી જણાવેલ કે નાથળ ગામની મધ્યમાં પંચાયત સિંચાઇ પેટા વિભાગ-ઉના કચેરી હસ્તકનું વરસાદી પાણીનાં સગ્રહ માટેનાં તળાવમાંથી નેશનલ હાઇવેનાં રોડ માટે માટી કાઢી રહ્યા છે.

મશીનનાં અવાજો-ધૂળની ડમરી ઉડતી હોય, શાળા બાજુમાં હોય ખલેલ પડે છે. તો દિવસ ૩ દિવસમાં કામગીરી બંધ નહી કરાય તો આંદોલન કરવાની ચિમકી આપી છે.

(11:32 am IST)