Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મોડી સાંજે સાયલા તાલુકામાં ભૂકંપની આંચકા: લોકો ઘરની બહાર દોડ્યા

થોરિયાળી અને વખતપર ગામની આસપાસ ભૂકંપનુ એપી સેન્ટર:સ્થાનિકોમાં ભયનો માહોલ

 

રાજકોટ : આજે મોડીસાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આસપાસના વિસ્તારોમાં ભૂકંપના બે આંચકા અનુભયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભૂકંપ શનિવારે સાંજે 6.30ની આસપાસ આવ્યા હતા

   તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સાયલા તાલુકાના થોરિયાળી અને વખતપર ગામની આસપાસ ભૂકંપનુ એપી સેન્ટર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્રએ જણાવ્યું હતું કે, રીક્ટર સ્કેલ પર 1.5 થી 2.0 તીવ્રતા નોઘાઇ હતી. ભૂકંપની ધ્રુજારી આવવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

(10:04 pm IST)