Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભાવનગર : ૪પ૦૦ સાધુ-સાધ્વીજીના ગુ:પદે બિરાજમાન વચનસિદ્ધ મહોપાધ્યાય શ્રી વિરવિજયજી મહારાજની શતાબ્દીનો ઉત્સવ

ભાવનગર, તા. ર૯ : વર્તમાન જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોમાં લગભગ ૪પ૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોના ગુ:પદે બિરાજમાન વચનસિદ્ધ મહોપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજના સ્વર્ગાહોરણને ૧૦૦ વર્ષ થઇ રહ્યા છે. શનિવારે શાંતાદેવી રોડ ખાતે આવેલા અશોકા ટાવર્સ સમીય બંધાયેલ શમીયાણામાં તેમની પાંચમી પેઢીના વંશ-વારસદાર:પે પ્રસિદ્ધ પ્રવચન પ્રભાવક-આચાર્યશ્રી વિજયકિર્તીયશ સૂરિશ્વરજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્ય ગુણ અનુમોદના સભાનું આયોજન સવારે ૯-૩૦થી ૧૧-૩૦ દરમ્યાન કરાયું જેમાં તેઓશ્રીનો સંબોધન કરશે. સાથોસાથ સુપ્રસિદ્ધ વકતા આચાર્યશ્રી વિજયજયદર્શન સૂરિશ્વરજી મહારાજ પણ વિરવિજય-ચરિત્ર પર ઉદ્બોધન કરશે.

પાટણમાં સધર્મ સંરક્ષક આચાર્યશ્રી વિજયકમલ સુરિશ્વરજી મહારાજે તેમને મહોપાધ્યાય પદ આપ્યું. તેમનામાં અનેક સિદ્ધિઓ વરેલી હતી. આમ છતાં વચનસિદ્ધિ અજોડ હતી. શિહોર (ભાવનગર પાસે)માં લીંબડીનો પોપટ નામનો જન્મથી મૂંગો અને બહેરો શ્રાવક હતો તે તેમની સેવા કરતો હતો. એક દિવસ એ ખાડા પડયા હતાં ને તેણે પણ દબાવ્યા તો ગુ:જીએ એને નામ પૂછું તે બોલી ન શકયો તો બોલ્યા કે કેમ બોલતો નથી બોલ ! ને પોપટ તેજ ક્ષણથી બોલતો થઇ ગયો. સમગ્ર શિહોરમાં ચોરે ને ચોટે આજ વાત ચર્ચતી રહી.

વરતેજમાં તેઓ ભગવાનના ભજનો (પૂજા) ગાતા હતા પણ સંગીતકાર પેટી વગાડવાવાળો ન આવવાના કારણે ભજન જામતું ન હતું. તેમણે સકરચંદ નામના ૧૧ વર્ષના છોકરાને પેટી વગાડવા કહ્યું. તેને આવડતી ન હતી, તે વગાડી શકયો અને કશું જ સંગીત ભણ્યા વિના તે ક્ષેત્રનો શ્રેષ્ઠ સંગીતકાર બની ગયો.

વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યશ્રી વિજય રામચંદ્રસુરિશ્વરજી મહારાજનું મુનિજીવન તેમના સાનિધ્યમાં વીત્યું. તેઓ પોતે આકર ગ્રંથોને આગમો ભણાવર્તા બધા આગમોનો પુ:ષાર્થ તને સમજાઇ જશે. અને તું જબ્બર શાલીન પ્રભાવક થઇશ એવા તેમણે આશિર્વાદ આપેલા જે ૧૦૦ ટકા ફળેલા જોવા મળ્યા હતા. શાંતાદેવી રોડ પર મણીલાલ છગનલાલ જૈન આરાધના ભવનના ઉપક્રમે મહોત્સવમાં આ ગુણ-અનુમોદન ઉત્સવ રાખેલ છે.

(12:04 pm IST)