Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ગિરનાર પર્વત ઉપર ૫.૫ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનુ વધતુ જોર

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે અને ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે જેના કારણે લોકો મોડી રાત્રીના ઘરની બહાર નીકળવાનુ ટાળે છે જયારે સવારે પણ ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે.

આજે ગિરનાર પર્વત ઉપર સૌથી વધુ પ.પ ડિગ્રી લઘુતમ તાપમાન જયારે નલીયામાં ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

સોરઠમાં ઠંડીનું મોજુ યથાવત

જુનાગઢઃ સોરઠ વિસ્તારમા આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહેતા લોકો ઠુઠવાય ગયા છે.

ગઇકાલે લઘુતમ તાપમાન ૯.૬ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે જુનાગઢ ખાતે તાપમાનનો પારો રહેજ ઉપર ચડીને ૧૦.૫ ડિગ્રીએ સ્થિર થયો હતો.

આમ ઠંડી જારી રહેલા વહેલી સવારે સ્વંયભુ કફર્યુ જેવી સ્થિતી  રહી હતી અને માર્ગો પર વાહનોની અવરજવર પાંખી રહી હતી.

જુનાગઢના ગિરનાર પર્વત ખાતેનું તાપમાન પ.પ ડીગ્રી રહેતા ઠંડીએ બોકાસો બોલાવ્યો છે. સતત ઠંડીની કહેરથી ગિરનારની યાત્રાએ આવતા પ્રવાસીઓમાં ઘટાડો થયો છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહેતા ઠાર વધ્યો હતો અને પવનની પ્રતિ કલાકની ગતિ ૩ કિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૨૬.૫ મહત્તમ, ૧૨.૫ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૩.૨ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી ?

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૫.૫ ડીગ્રી

વલસાડ

૯.૬   ''

નલીયા

૯.૮   ''

જૂનાગઢ

૧૦.૫   ''

ગાંધીનગર

૧૧.૩   ''

દિવ

૧૧.૫   ''

અમદાવાદ

૧૧.૭   ''

વડોદરા

૧૨.૦   ''

રાજકોટ

૧૨.૩   ''

જામનગર

૧૨.૫   ''

ભૂજ

૧૨.૮   ''

ભાવનગર

૧૩.૮   ''

(11:36 am IST)