Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ઉગામેડીમાં લગ્ન કરી ૯૦ હજારની ઠગાઇ કરનાર ત્રિપુટી ઝડપાઇ

ગઢડા તા.૨૯ : બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની સુચના હેઠળ ઉગામેડી ગામે લગ્ન કરી પૈસા પડાવેલ હોવાનો બનાવ બનતા જે અંગે છેતરપીંડીનો ગુન્હો નોંધોયેલ હોય જેની તપાસ પીએસઆઇ આર.બી.કરમટીયા કરી રહ્યા હોય. આ બનાવમાં લગ્ન કરી ભાગી ગયેલ મહીલા તથા તેના સાથીદારોને શોધી કાઢવા સતત પ્રયત્નો કરી સ્ટાફના કુલદીપસિંહ ગોહિલ તથા જયપાલસિંહ ગહિલ તથા યુવરાજસિંહ ઝાલા તથા હરપાલસિંહ ગોહિલ તથા પ્રકાશભાઇ કુકડીયા વિગેરેનાએ બાતમી આધારે મહીલા ગીતાબેન મંગુભાઇ પટેલ તથા તેની મા મીનાબેન મંગુભાઇ પટેલ તથા તેના કહેવાતા મામા અહેમદભાઇ ઇમામભાઇ કુરેશી રહે.તમામ ડીંડોલી,સુરત વાળાઓને પકડી પાડી સરાહનીય કામગીરી કરેલ છે.

સાથે ગીતાબેનના લગ્ન કરાવી આપી ભરતભાઇ તથા તેના પરીવારનો વિશ્વાસ કેળવવા તેની સાથે દસેક દિવસ રોકાઇ ભરતભાઇ તથા તેના પરીવાર પાસેથી આરોપીઓએ કુલ રૂ.૯૦,૦૦૦/- પડાવી લઇ બાદ પોતાના પિયરમાં જતી રહેલ અને ફરી પાછી નહી આવી ભરતભાઇ તથા તેના પરીવારનો વિશ્વાસદ્યાત કરી છેતરપીંડી કરેલ હોય અને આરોપીઓ બીજા લગ્ન કરવા માટે ગઢડા આવવાના હોય જેથી આ બાબતે ભરતભાઇના ભાઇ ભાવેશભાઇએ ફરીયાદ નોંધાવતા ગુન્હો ઇપીકો ક.૪૦૬, ૪૨૦, ૧૨૦બી મુજબ નોંધી ઉપરોકત આરોપીઓને પકડી પાડેલ છે.

(11:30 am IST)