Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

ગીર-સોમનાથ કલેકટર એચ.કે .વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

પ્રભાસ પાટણ:ગીર સોમનાથ જિલ્લામાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહના સોમનાથના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષતામાં  વીડીયો કોન્ફરન્સ રૂમ કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

  આ બેઠકમાં કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને ગૃહ મંત્રી અમિતભાઈ  શાહના જિલ્લામાં સોમનાથ પ્રવાસ કાર્યક્રમનુ આયોજન અંતર્ગત સુચનાઓ આપી હતી અને જિલ્લાના પ્રવાસે પધારનારના ગૃહમંત્રીના પ્રવાસ કાર્યક્રમનુ સુચારૂ આયોજન અંતર્ગત વિવિધ વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યો હતા. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક કાર્યપાલક બીવી લીંબાસીયા, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, પ્રાંત અધિકારી કે.વી.બાટી,જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકાબેન વાટલીયા, મામલતદાર શામળા, વેરાવળ ડેપો મેનેજર દિલીપભાઈ શામળા, વેરાવળ ચીફ ઓફિસર ચેતનભાઇ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા

(11:57 pm IST)