Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

સુરેન્‍દ્રનગરમાં રખડતા પશુઓને પુરવા ગયેલા કોન્‍ટ્રાકટરને આખલાએ ખુંદી નાખતા મોત

અત્‍યાર સુધીમાં રામજીભાઇ અને ટીમે ૩૦૦ જેટલા આખલાઓને પાંજરામાં પુર્યા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૯ : સુરેન્‍દ્રનગરમાં રખડતા ઢોરને પાંજરે પૂરવા ગયેલા કોન્‍ટ્રાક્‍ટરને આખલાએ ખુંદી  નાંખતા કોન્‍ટ્રાકટરનું મોત થયું છે.

  કોન્‍ટ્રાક્‍ટર રામજીભાઈ સુરેન્‍દ્રનગર શહેરમાં રખડતા આખલા પાંજરે પૂરતા હતા તે દરમ્‍યાન રખડતા આખલાએ રામજીભાઈને ખુંદી નાંખતા રામજીભાઈ ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવાયા હતા જ્‍યાં તેનું મોત થયુ છે.

 પ્રાપ્‍ત માહિતી મુજબ સુરેન્‍દ્રનગરમાં રખડતા આખલાઓ પાંજરે પુરવાનો કોન્‍ટ્રાક્‍ટ રામજીભાઈ નામના યુવકને આપવામાં આવ્‍યો હતો અને રામજીભાઈ ખુદ આવા રખડતા આખલાઓ પાંજરે પૂરતા હતા ત્‍યારે સુરેન્‍દ્રનગરના ૮૦ ફૂટ રોડ વિસ્‍તારમાં રામજીભાઈ પોતે રખડતા આખલાઓ પાંજરે પૂરી રહ્યા હતા તે દરમિયાન રખડતા આખલાએ નગરપાલિકાની વેન માં જ આ રામજીભાઈ પર હુમલો કર્યો હતો અને રામજીભાઈના શારીરિક રીતે ઇજાઓ પહોંચાડી હતી ત્‍યારે રામજીભાઈ ને સુરેન્‍દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ ત્‍યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજવા પામ્‍યું છે.  કોન્‍ટ્રાક્‍ટરનું જ મોત નિપજતા સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચકચાર ફેલાયો છે. ખાસ કરીને સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં અત્‍યાર સુધીમાં ૩૦૦ થી વધુ આખલાઓ આ રામજીભાઈ અને તેમની ટીમે પાંજરે પૂર્યા છે તેમની રહેવા સહિતની વ્‍યવસ્‍થાઓ ઉભી કરવામાં રામજીભાઈ નો સિંહ ફાળો રહ્યો છે ત્‍યારે રામજીભાઈ ને જ આખલાએ ખૂંદી નાખતા રામજીભાઈનું ટૂંકી સારવાર બાદ નોંધ નીપજવા પામ્‍યો છે જો કે આ અંગે તેમના પરિવારજનોએ નગરપાલિકા પાસે ન્‍યાયની માંગણી કરી છે.

 આખલાએ ખુંદી નાખ્‍યા બાદ ટુંકી સારવાર બાદ પાલિકામાં આખલા પકડવાનો કોન્‍ટ્રાક્‍ટ રાખનાર રામજીભાઈનું મોત થયુ છે.રખડતા આખાલાનો વધુ એક આંતક સુરેન્‍દ્રનગરમાં સામે આવ્‍યો છે પરિવાર શોક મગ્ન બન્‍યો છે. ત્‍યારે ઘટનાને લઇ વહેલી સવારે નગરપાલિકાના ચૂંટાયેલા આગેવાનો પ્રતિનિધિઓ રામજીભાઈ ના ઘરે પહોંચ્‍યા છે અને તેમના પરિવારને સાંત્‍વના પાઠવવામાં આવી છે.

(11:11 am IST)