Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

વરસાદના કારણે ગીરમાં ગોળ બનાવવાના ધમધમતા ૧૭૫ જેટલા રાબડા બંધ થયા

ગીર સોમનાથમાં કમોસમી વરસાદે તારાજી નોતરી

કોડીનાર,તા.૨૯ : ગીર વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે. જેના કારણે અહીં વર્ષોથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ચાલે છે તેમજ ગીરનો દેશી ગોળ સમગ્ર દેશમાં વખણાય છે ત્‍યારે આ વર્ષ પણ અહી ગોળ બનાવવાના ૧૭૫ જેટલા રાબડા દિવાળી સમયે શરૂ થયા હતા જો કે અચાનક ખાબકેલા કમોસમી વરસાદે અહી પણ મુશ્‍કેલી સર્જી છે. વરસાદના કારણે તમામ રાબડા બંધ કરવાની ફરજ પડી છે.ગીર વિસ્‍તારમાં રાબડા સંચાલકના કહેવા મુજબ કમૌસમી વરસાદના કારણે રાબડા સંચાલકોને મોટું નુકશાન થયું છે શેરડી નો બગાડ અને ગોળનો બગાડ થયો છે એટલુજ નહિ મજુર ને બેઠું વળતર પણ આપવું પડે છે જો હવે વરસાદનાં પડે તો પણ બે ત્રણ દિવસ હજુ પણ રાબડા બંધ રહેશે.આ બાબતે ગીર સોમનાથ રાબડા એસો.ના પ્રમુખ બાલુભાઈ ગોહિલ નું કહેવું છે કે રાબડા ની અંદર આગ સળગાવવા માટે નારીયેલીના પન્ના અને શેરડીના છોટાની જરૂર પડતી હોય છે પરંતુ ગઈકાલે જે વરસાદ પડ્‍યો તેને લઈ શેરડીના છોતાઓમાં ભેજ જોવા મળી રહ્યો છે તેને લઈ હવે જયાં સુધી ભેજ દૂર ના થાય અત્‍યાર સુધી રાબડા ચાલુ થઈ શકે નહીં.

(1:52 pm IST)