Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

જૂનાગઢમાં વૃદ્ધ માતાએ પૈસા નહિ આપતા કળિયુગી શ્રવણે માર માર્યો

જાનથી મારી ધમકી પણ આપી પોત પ્રકાશ્‍યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૯ : જૂનાગઢમાં વૃદ્ધ માતાએ પૈસા નહિ આપતા કળિયુગી શ્રવણે માર મારીને ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જૂનાગઢ શહેરમાં પંથેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા ૭૫ વર્ષીય નીલાબેન ગોવિંદભાઈ ગોહેલ મંગળવારે બપોરે તેમના ઘરે હતા ત્‍યારે દીકરો યોગેશે આવીને મને પૈસા આપ કેમ કહેતા નીલાબેને પોતાની પાસે પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડી હતી. જેનાથી ઉશ્‍કેરાઈ જઈને પુત્ર યોગેશે વૃદ્ધ માતાને ઢીકાપાટુનો માર મારી અને પૈસા આપો બાકી હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ અંગે વૃદ્ધાએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે પુત્ર યોગેશ વિરુદ્ધ કલમ ૩૨૩, ૨૯૪(બી) અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:35 am IST)