Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું : ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે ચલણી સિક્કા ડિપોઝિટ પેટે જમા કરાવ્યા

સ્થાનિક ગ્રામ પંચાયતમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને ફોર્મ ભર્યુ

( નરેશ શેખલીયા દ્વારા) ગોંડલતા.૨૯ :   ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે ચલણી સિક્કા ડિપોઝિટ પેટે જમા કરાવ્યા હતા.

    ગોંડલ તાલુકામાં યોજાશે 77 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી.આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ છે જેમાં ભાવેશ પ્રાગજીભાઈ ઘેંટીયા નામના દિવ્યાંગે એક એક રૂપિયો એકઠો કરીને  સરપંચનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

    સ્થાનિક ગ્રામ પંચાયતમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને  ફોર્મ ભર્યુ છે.ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ડીપોઝીટ પેટે  રૂપિયા એક એકના ચલણી સિક્કા જમા કરાવ્યા હતા

 

આવી રીતે પ્રથમ દિવસે દેરડી(કુંભાજી) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિવ્યાંગે સરપંચનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

(4:40 pm IST)