Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ૭૨માં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી

જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ભારતના બંધારણને અપનાવવાની યાદમાં ૭૨માં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૪૯માં આ દિવસે, ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું અને તે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું. આ પ્રસંગે સ્કૂલના સામાજિક વિજ્ઞાન વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડેટ નીલ પટેલ અને કેડેટ દિવ્યરાજે પ્રેઝન્ટેશન દ્વારા ભારતના બંધારણના ઈતિહાસ અને મૂળ વિશે સમજાવ્યું હતું. કેડેટ્સે બંધારણનું મહત્વ સમજાવતી અંગ્રેજી સ્કીટ પણ રજૂ કરી હતી. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંહે તેમના સંબોધનમાં દરેકને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા અને બંધારણ દિવસના મહત્વને દર્શાવતા તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યની પ્રશંસા કરી હતી. આ દિવસે અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટોએ મૂળભૂત ફરજોનું પાલન કરવાના શપથ લીધા હતા.

(1:11 pm IST)