Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામનગરમાં જુનિયર તબીબોની હડતાલ

 જામનગર : જામનગરમાં જુનિયર તબીબો ફરી હડતાલ પર ઉતર્યા છે .સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ જુનિયર તબીબો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. NEET અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને ૧૫૦ થી ૨૦૦ જેટલા જુનિયર તબીબો આજે સવારથી હડતાળ પર ઉતર્યા છે. એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે આજે સવારથી જ જુદા જુદા પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ ને લઈને તબીબોએ સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો આવનારા સમયમાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:47 pm IST)